ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસામાં એલીવેટેડ ઓવર બ્રિજ પર ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટર લાગ્યા

પાલનપુર: દેશભરમાં 11 ભાષાઓમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટર લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. જ્યાં વહેલી સવારે મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હોવાની જાણ થતાં જ કેટલાક માણસોએ આ પોસ્ટર હટાવી દીધા હતા.

જાણ થતાં જ કેટલાક લોકોએ પોસ્ટર હટાવી દીધા

ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. રાત્રિના સમયે કેટલાક લોકોએ એલીવેટેડ ઓવર બ્રિજ પર ‘મોદી હટાવો દેશ બચાવો’ના લખાણવાળા પોસ્ટર લગાવ્યા હતા.

પોસ્ટર-humdekhengenews

એલિવેટેડ બ્રિજ પર અલગ અલગ જગ્યાએ અંદાજિત 10થી પણ વધુ મોદી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. વહેલી સવારે જાણ થતાં જ કેટલાક માણસોએ પહોંચી તાબડતોબ આ પોસ્ટર હટાવી દીધા હતા. જેમાં ગાયત્રી મંદિર, જલારામ મંદિર, એરપોર્ટ ચાર રસ્તા અને માર્કેટયાર્ડ ત્રણ રસ્તા સહિત અલગ અલગ જગ્યાએ મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગ્યા હતા. પોસ્ટર લાગ્યા હોવાની માહિતી મળતા જ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા અને તમામ પોસ્ટર હટાવી લીધા હતા.

આ પણ વાંચો :અરવલ્લી : વિશ્વ કલ્યાણ અર્થે રામનવમી પર્વ પર મોડાસામાં યોજાયો પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ

Back to top button