ગુજરાતટ્રેન્ડિંગ

શાળામાં ગયા વિના જ બોર્ડની પાસ કરી શકશોઃ ધોરણ 10-12 ની એક્સટર્નલ પરીક્ષાની તારીખ થઈ જાહેર

Gujarat Board Special Exam:  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે ગુજરાત સરકારના ખાસ આયોજન અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ને નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ખાસ બોર્ડ પરીક્ષા યોજવાની મંજૂરી આપવામાં આવી છે. સ્ટેટ ઓપન સ્કૂલિંગ હેઠળ નોંધાયેલા એક્સટર્નલ (ખાનગી) વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની આ ખાસ બોર્ડ પરીક્ષા પ્રથમવાર નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી 34 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઓપન સ્કૂલિંગના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે હવે દર વર્ષે યોજાશે આ પરીક્ષા

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવે છે. પરંતુ ગુજરાત બોર્ડના સ્ટેટ ઓપન સ્કૂલિંગમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા મુખ્યત્વે વર્ષમાં એક જ વાર લેવાતી હતી.

હવેથી દર વર્ષે પ્રથમવાર નવેમ્બર-ડિસેમ્બરમાં પણ એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સરકારે આ અંગે મંજૂરી આપ્યા બાદ બોર્ડ દ્વારા ખાનગી ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં બે વાર મુદત લંબાવવામાં આવી હતી. મુદત પૂરી થતાં સુધીમાં:

  • ધોરણ 10 (SSC): 29,080 ઉમેદવારો

  • ધોરણ 12 (HSC સામાન્ય પ્રવાહ): 5,075 ઉમેદવારો

  • કુલ નોંધણી: 34,000 થી વધુ વિદ્યાર્થીઓ

આ પણ વાંચોઃ અમદાવાદમાં ₹25 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું! CTM ટોલનાકા પાસે સંયુક્ત ઓપરેશનમાં 3 આરોપી ઝડપાયા

30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી યોજાશે પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ ખાસ પરીક્ષા માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

  • આ પરીક્ષા 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

  • પરીક્ષાનું આયોજન માત્ર જિલ્લા મથકો/કેન્દ્રો પર જ કરવામાં આવશે.

ડ્રોપઆઉટ ઘટશે અને નોકરી-અભ્યાસમાં મળશે મોટો લાભ

આ ખાસ બોર્ડ પરીક્ષા શરૂ થવાથી રાજ્યને અનેક સ્તરે ફાયદો થશે:

  1. ડ્રોપઆઉટ રેટમાં ઘટાડો: પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ અધૂરું છોડી દેનારા વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાવાની તક મળશે.

  2. રોજગાર અને સ્કિલબેઝ વર્કર્સને રાહત: ફેક્ટરીઓ, કારખાનાઓ કે નાના વ્યવસાયોમાં કામ કરતા તેમજ ધોરણ 8-9 પછી અભ્યાસ છોડી દેનારા કર્મચારીઓ માટે ધોરણ 10 અને 12 પાસ કરવાનો રસ્તો સરળ બનશે.

  3. ડ્રાઈવિંગ લાયસન્સમાં ઉપયોગી: સરકારી નિયમો મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી હોવાથી આવા ઉમેદવારોને આ પરીક્ષાથી સીધો લાભ થશે.

  4. ઉચ્ચ શિક્ષણની તક: આ પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ અટક્યા વગર આગળના ધોરણમાં કે કોલેજમાં પ્રવેશ મેળવી શકશે, જેનાથી તેમનું એક વર્ષ બગડતું અટકશે.

Back to top button