પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પને શું કહ્યું?

ઈસ્લામાબાદ 11મે 2025: અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી. જોકે, પાકિસ્તાને માત્ર 4 કલાકમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, ત્યારબાદ ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો અને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા દળોને કોઈપણ ઉલ્લંઘનનો કડક અને સચોટ જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. જોકે, સવારે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ છે.
પાકિસ્તાનના પીએમએ રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે X પર પોસ્ટ કરી કહ્યું: અમે રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વ અને પ્રદેશમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં સક્રિય ભૂમિકા બદલ આભાર માનીએ છીએ. પાકિસ્તાન આ પરિણામને સરળ બનાવવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સની પ્રશંસા કરે છે, જેને અમે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતમાં સ્વીકાર્યું છે.
શાહબાઝ શરીફે કહ્યું, ‘અમે દક્ષિણ એશિયામાં શાંતિ માટે તેમના મૂલ્યવાન યોગદાન બદલ ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વાન્સ અને રાજ્ય સચિવ માર્કો રુબિયોનો પણ આભાર માનીએ છીએ.’ પાકિસ્તાન માને છે કે આ ક્ષેત્રને મુશ્કેલીમાં મુકનારા અને શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા તરફના તેના માર્ગમાં અવરોધરૂપ મુદ્દાઓના ઉકેલ તરફ એક નવી શરૂઆત છે.
We thank President Trump for his leadership and proactive role for peace in the region .
Pakistan appreciates the United States for facilitating this outcome, which we have accepted in the interest of regional peace and stability.
We also thank Vice President JD Vance and…
— Shehbaz Sharif (@CMShehbaz) May 10, 2025
12મેના રોજ ભારત-પાકિસ્તાન ફરી DGMO સ્તરે વાતચીત કરશે
10મેના રોજ ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત થઈ અને યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો. 11મેની સવારે, જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ દેખાઈ રહી છે અને અન્ય સ્થળોએ પણ પાકિસ્તાન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે 12 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી DGMO સ્તરે વાતચીત થશે.
ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ એક વરિષ્ઠ અને મહત્વપૂર્ણ જવાબદારીનું પદ છે. આ લેફ્ટનન્ટ જનરલ રેન્કનો અધિકારી છે. તે આર્મી હેડક્વાર્ટરમાં કામ કરે છે અને સીધા આર્મી ચીફને રિપોર્ટ કરે છે. ભારતના વર્તમાન DGMO રાજીવ ઘાઈ છે.
આ પણ વાંચો: યુદ્ધ વિરામનો ફાયદો કોને? પાકિસ્તાને નથી કરીને મોટી ભુલ?












