ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધ વિરામનો ફાયદો કોને? પાકિસ્તાને નથી કરીને મોટી ભુલ?

નવી દિલ્હી 11મે 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના સંઘર્ષ બાદ યુદ્ધવિરામની [ Pakistan Violated Ceasefire] જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે બંનેના સંજોગો અને વલણ અલગ છે. ભારતે માત્ર આતંકવાદી ઠેકાણાઓ સામે સફળ સૈન્ય કાર્યવાહી જ નથી કરી પરંતુ રાજદ્વારી, વ્યૂહાત્મક અને વૈશ્વિક મંચો પર પાકિસ્તાનને ઘેરવામાં પણ સફળતા મેળવી છે. યુદ્ધવિરામ માત્ર એક અસ્થાયી વિરામ છે, પરંતુ ભારત માટે તે એક વ્યૂહાત્મક વિજય છે – જ્યાં તેણે લશ્કરી, રાજદ્વારી અને નૈતિક ત્રણેય મોરચે પાકિસ્તાનને ઘેરી લીધું છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે આતંકવાદની કોઈ “કિંમત” રહેશે નહીં, ફક્ત “જવાબ” રહેશે. આ યુદ્ધવિરામથી પાકિસ્તાનને શું ફાયદો થયો?

ઓપરેશન સિંદૂર: આતંકાવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક
યુદ્ધવિરામ પહેલા, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ PoK અને પાકિસ્તાનની અંદર ઘણા આતંકવાદી લૉન્ચ પેડ્સ, ઠેકાણાઓ અને સપ્લાય બેઝને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલા એટલા સચોટ અને અસરકારક હતા કે પાકિસ્તાને પીછેહઠ કરવી પડી હતી. ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 100 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જૈશ નેતા અઝહર મસૂદનો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. આ સિવાય લશ્કરના ઘણા ખતરનાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. તાજેતરમાં પાકિસ્તાની ચેનલોએ આ વાતની પુષ્ટિ કરી હતી જ્યારે હાફિઝ સઈદનો જમણો હાથ આતંકવાદીઓની કબર પર કલમાનો પાઠ કરતો જોવા મળ્યો હતો. પાક આર્મી હાથ જોડીને પાછળ ઉભેલી જોવા મળી હતી.

આતંક હવે યુદ્ધ સમાન છે
સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે હવે ભારતની નીતિ બદલાઈ ગઈ છે. કોઈપણ આતંકવાદી હુમલાને ‘આતંકવાદ’ નહીં પરંતુ ‘યુદ્ધ’ ગણવામાં આવશે અને તે મુજબ જ જવાબ આપવામાં આવશે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ સંદેશ સ્પષ્ટ છે કે ભારત હવે પહેલા જેવી સહનશીલતા નહીં રાખે.

રાજદ્વારી દબાણ અને આંતરરાષ્ટ્રીય સમર્થન
ભારતે તેના માપેલા પ્રતિભાવ અને વૈશ્વિક સંવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મેળવ્યું છે. અમેરિકાની મધ્યસ્થી અને અન્ય દેશોની પ્રતિક્રિયા ભારતની સંયમ અને કડક નીતિને સમર્થન આપતી દેખાઈ છે. ભારતે મંત્રણાને નકારી ન હતી, પરંતુ શરત સ્પષ્ટ કરી હતી કે “આતંક અને મંત્રણા એકસાથે ન ચાલી શકે.”

રણનિતીના મોર્ચા પર ઘેરાબંધી
યુદ્ધવિરામ છતાં ભારતે પોતાની રણનીતિમાં કોઈ નરમાઈ દાખવી નથી. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય યથાવત છે. તે દૂતાવાસોમાં સ્ટાફ ઘટાડવા, પાકિસ્તાની નાગરિકોને વિઝા ન આપવા અને આર્થિક સંબંધોને મર્યાદિત કરવાની તેની નીતિ પણ ચાલુ રાખે છે. ભારતે સ્પષ્ટ કર્યું કે હવે દરેક આતંકવાદી કૃત્યની કિંમત ચૂકવવી પડશે – પછી તે લશ્કરી, આર્થિક કે રાજદ્વારી હોય.

આ પણ વાંચો: સિઝફાયર પછી ભારત પાકિસ્તાન બોર્ડર પર ધડાકા સવારમાં કેવી સ્થિતી?

Back to top button