પદ્મ વિભૂષણ પંડવાણી ગાયિકા તીજન બાઈનું નિધન, લોક કલાજગતમાં શોકની લાગણી

singer Teejan Bai passes away: ભારતીય લોકકલાના ક્ષેત્ર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પંડવાણી ગાયનની દિગ્ગજ લોકગાયિકા તીજન બાઈનું 70 વર્ષની વયે નિધન થયું છે. લાંબી બિમારી બાદ તેમણે AIIMS Raipurમાં શનિવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
માહિતી મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. શનિવારે સવારે લગભગ 3:15 વાગ્યે તેમની તબિયત વધુ બગડતા ડૉક્ટરોએ તેમને બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ આખરે તેમનું અવસાન થયું હોવાનું જાહેર કર્યું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હોસ્પિટલમાંં દાખલ કરવામાં આવ્યા
તીજન બાઈને શ્વાસ લેવામાં તકલીફ અને ભારે નબળાઈ અનુભવાતા આ વર્ષે 27 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.
વિષ્ણુદેવ સાયએ તીજન બાઈના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે તેમણે પંડવાણી કળા દ્વારા છત્તીસગઢની સંસ્કૃતિને વિશ્વભરમાં ઓળખ અપાવી હતી. મુખ્યમંત્રીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
#WATCH | Nava Raipur | Chhattisgarh CM Vishnu Deo Sai says, “Teejan Bai has passed away, who was honoured with the Padma Vibhushan and Padma Shri. She had brought glory to Chhattisgarh across the entire country and the world. We pay humble tribute to her…” pic.twitter.com/SxnGhFRMKh
— ANI (@ANI) July 5, 2026
પંડવાણી લોકગાયનના પ્રખ્યાત કલાકાર
તીજન બાઈ પંડવાણી લોકગાયનની પ્રખ્યાત કલાકાર હતા. પંડવાણી શૈલીમાં મહાભારતની વાર્તાઓને સંગીત અને નાટ્યાત્મક અંદાજમાં રજૂ કરવામાં આવે છે. આ લોકકલા ખાસ કરીને છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં લોકપ્રિય છે.
ભારતીય લોકકલામાં અસાધારણ યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને પદ્મશ્રી, પદ્મ ભૂષણ, સંગીત નાટક અકાદમી એવોર્ડ અને ફુકુઓકા એવોર્ડ જેવા સન્માનો પણ મળ્યા હતા.
તીજન બાઈના નિધનથી ભારતીય લોકસંગીત અને લોકકલાના ક્ષેત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, જુલાઈથી મોંઘવારી ભથ્થામાં થશે 3 %નો વધારો












