ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંદીગઢમાં ફટાકડા-આતશબાજી પર પ્રતિબંધ, સાંજે 7 વાગ્યે માર્કેટ થશે બંધ

ચંદીગઢ, તા.9 મે, 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ હરિયાણાની રાજધાની ચંદીગઢમાં સ્કૂલ, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓને 12 મે સુધી બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત પંચકૂલા, મોહાલીમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

ચંદીગઢના તમામ માર્કેટ, શોપિંગ મોલ સાંજે 7 કલાકે બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફટાકડા અને આતશબાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંચકૂલામાં તંત્ર દ્વારા તમામ દુકાનો સાંજે 6 કલાકે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મેડીકલ સ્ટોર ખુલ્લા રહેશે. મોહાલીમાં રાત્રે 8 કલાક સુધી તમામ બજાર બંધ રહેશે.

ચંદીગઢ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (સીટીયુ)એ જમ્મુ અને કટરા સુધી દોડતી બસ સેવા બંધ કરી દીધી છે. ચંદીગઢ તથા આસપાસના વિસ્તારોમાં કોલેજથી વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા હતા.

સંગ્રહખોરી પર પ્રતિબંધ

વહીવટીતંત્રે રાશન સહિતની આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે. ચંદીગઢના ડીસી નિશાંત યાદવે આ આદેશ જારી કર્યા છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ, વેપારી, જથ્થાબંધ કે છૂટક વેપારી કોઈપણ પ્રકારની ખાદ્ય ચીજોનો સ્ટોક કરી શકશે નહીં. દરેક વ્યક્તિને તેમની પાસે રહેલા સ્ટોક વિશેની માહિતી ખાદ્ય અને પુરવઠા વિભાગને આપવા સૂચના આપવામાં આવી છે. જો ક્યાંય પણ મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ વેચાઈ રહી હોય, તો નાગરિક તેની ફરિયાદ સેક્ટર-17 સ્થિત ગ્રાહક બાબતો અને કાનૂની મેટ્રોલોજી વિભાગમાં કરી શકે છે. ઉપરાંત 0172 2703956 પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ આદેશ 9 મે 2025 થી 7 જુલાઈ 2025 સુધી ચાલુ રહેશે.

બુધવાર અને ગુરુવારની રાત્રે પાકિસ્તાને મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવ્યા હતા, પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ હવામાં જ ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ, ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનનો નાશ કર્યો હતો. આ પછી ભારતીય સેનાએ પાકિસ્તાની શહેરોમાં પણ તબાહી મચાવી હતી.

આ પણ વાંચોઃ કટોકટી જેવી સ્થિતિ માટે તૈયાર રહોઃ ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર

Back to top button