Nvidia CEO જેનસન હુઆંગનું ભવિષ્ય નક્કી કરશે આરતી શાહ! ગુજરાત સાથે ખાસ કનેક્શન

Nvidia CEO Jensen Huang Controversy: દુનિયાની સૌથી મોટી AI કંપનીઓમાં સામેલ ‘એનવિડિયા’ (Nvidia) હાલમાં તેના CEO જેનસન હુઆંગ (Jensen Huang) સાથે જોડાયેલા એક મોટા વિવાદને કારણે ચર્ચામાં છે. જેનસન હુઆંગની અંગત જિંદગી અને ચીન સાથેના કથિત સંબંધોને લઈને ઊભી થયેલી વિવાદાસ્પદ સ્થિતિ બાદ કંપનીના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલામાં ભારતીય મૂળના મહિલા ડૉ. આરતી શાહનું નામ પણ ચર્ચામાં આવ્યું છે, જેઓ એનવિડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રિપોર્ટ્સ અનુસાર, જેનસન હુઆંગની કથિત અંગત બાબતો અને અફેરની ચર્ચા વચ્ચે કંપનીના બોર્ડે આ મામલાની તપાસ માટે એક સ્વતંત્ર સમિતિ બનાવી છે.
કોણ છે ડૉ. આરતી શાહ?
મૂળ ભારતના ગુજરાત યુનિવર્સિટીમાંથી ગણિત અને આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરનાર આરતી શાહે અમેરિકી ફાર્મા કંપની ‘Eli Lilly’ માં આશરે 27 વર્ષ સુધી સેવા આપી છે. તેઓ કંપનીમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસર રહી ચૂક્યા છે.
એનવિડિયા સાથે જોડાણ
નવેમ્બર 2020માં એનવિડિયાએ આરતી શાહને પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા હતા. તેઓ કંપનીની ‘ઓડિટ કમિટી’ અને ‘કમ્પેન્સેશન કમિટી’ના પણ સભ્ય છે. ઓડિટ કમિટી કંપનીના નાણાકીય રેકોર્ડ્સ અને આંતરિક તપાસની દેખરેખ રાખે છે.
આ પણ વાંચોઃ નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને ટક્કર મારી, કારમાંથી દારૂની બોટલો મળી
જેનસન હુઆંગના ભવિષ્ય પર નિર્ણય
એનવિડિયાના બોર્ડમાં કુલ 11 સભ્યો છે. જો તપાસના અંતે સીઇઓ અંગે કોઈ મોટો નિર્ણય લેવાનો આવે, તો તે બોર્ડના સ્તરે સામૂહિક રીતે લેવાશે. આરતી શાહ બોર્ડના મહત્વના સભ્ય હોવાથી તેમની ભૂમિકા આ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ AI અને ઈલેક્ટ્રિક ગાડીઓની વધતી માંગ પર અદાણીનો દાવ, કોપર સેક્ટરમાં મોટું વિસ્તરણ











