‘ગૃહ મંત્રી પર કાગળ નહીં પથ્થર પણ ફેંક્યા…’ કંગના રણૌતનો વિપક્ષ પર આરોપ
નવી દિલ્હીઃ 20 ઓગસ્ટ, 2025: Kangana Ranaut Big Allegation: લોકસભામાં બુધવારે (20 ઓગસ્ટ) લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહના ત્રણ બિલ રજૂ કર્યા. આ દરમિયાન ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. કેન્દ્રની મોદી સરકારે આ બિલ દ્વારા બંધારણમાં 130મું સંશોધન કરવા જઈ રહી છે. આ બંધારણ હેઠળ ગંભીર આરોપમાં 30 દિવસથી વધુ જેલમાં રહેવા પર વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓને તેમના પદ પરથી રાજીનામું આપવાનું રહેશે.
સંસદમાં ધક્કા-મુક્કી
વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, આ બંધારણનું ઉલ્લંઘન છે. ગૃહમાં બિલ રજૂ કર્યું તે દરમિયાન ધક્કા-મુક્કીની વાત સામે આવી રહી છે. પક્ષ અને વિપક્ષ બંને તરફના નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે.
Delhi: BJP MP Kangana Ranaut says, “What we witnessed in Parliament today is something that would bring shame to any civilized society. The opposition leaders, when our Hon’ble Home Minister was proposing a bill, tried to snatch away his microphone. Worse still, they tore the… pic.twitter.com/TfKkraLnP9
— IANS (@ians_india) August 20, 2025
કંગના રણૌતનો ચોંકાવનારો આરોપ
ભાજપ સાંસદ કંગના રણૌતે આ મુદ્દે કહ્યું કે, ‘ગૃહ મંત્રી બિલ રજૂ કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષના નેતા વેલમાં આવી ગયા અને ગૃહ મંત્રીને નિશાનો બનાવવામાં આવ્યા. તેમણે બિલની કોપી ફાડી દીધી અને તેમના મોઢા પર ફેંકી. ફક્ત કાગળ જ નહીં પરંતુ પથ્થર પણ ફેંકવામાં આવ્યા હતા. વિચારો આપણા દેશના મુખ્ય મંત્રી છે. તેમના માઇકને કાઢવાનો પ્રયાસ કરાયો. ત્યાં હાજર મહિલાઓ પર એટેક કરવામાં આવ્યો.’
ટીએમસી સાંસદ સાથે ધક્કા-મુક્કી?
ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભામાં બિલ રજૂ કરતી વખતે તેમના પક્ષના સાંસદોને ધક્કો મારવામાં આવ્યો હતો. સાંસદ મિતાલી બેગે આરોપ લગાવ્યો હતો કે, ‘કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ અને રવનીત બિટ્ટુએ મને પાછળથી ધક્કો માર્યો હતો, જેના કારણે મને સામાન્ય ઈજાઓ થઈ હતી. પાર્ટીના અન્ય મહિલા સાંસદોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના પુરુષ સાંસદોએ અમને બચાવી લીધા હતા.’
આ પણ વાંચોઃ ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ: વાંધા- સૂચનો મેળવવાની અવધી લંબાવવામાં આવી
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીની બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતઃ હજારો કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદ્ઘાટન












