ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“તથ્યોને તોડવાનું બંધ કરો CM સ્ટાલિન”, બોનસ વિવાદ પર નાણામંત્રીનો પલટવાર – DMK વિદેશીઓને ફાયદો કરાવી રહી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન દ્વારા કેન્દ્ર સરકાર પર લગાવવામાં આવેલા આરોપોને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. નાણામંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મુખ્યમંત્રી સ્ટાલિન અને તેમની પાર્ટી DMKનું કામ માત્ર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તિરાડ ઊભી કરવું અને ખોટું નેરેટિવ બનાવવું બની ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર વિરોધી નિવેદનોમાં સમય બગાડવાને બદલે, CM સ્ટાલિનએ તમિલનાડુના લોકોને સમજાવવું જોઈએ કે તેઓ કઠોળ અને તેલબિયાંમાં આત્મનિર્ભર બનવાને બદલે ખરેખર વિદેશી હિતોને તક કેમ આપી રહ્યા છે.

નિર્મલા સીતારમણે સ્ટાલિનના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે જ્યારે જરૂરી ખાદ્ય વસ્તુઓ આયાત પર નિર્ભર હોય છે, ત્યારે ઘરેલું ફૂડ સિક્યુરિટી બાહ્ય આંચકાઓ અને કિંમતોના ઉતાર-ચઢાવ સામે નબળી પડી જાય છે. તેમણે કહ્યું કે આ ભારત જેવા મોટા દેશ માટે ટકાઉ નથી. કઠોળ અને તેલબિયાંનું ઘરેલું ઉત્પાદન વધારવું માત્ર આર્થિક જરૂરિયાત જ નથી, પરંતુ વ્યૂહાત્મક (સ્ટ્રેટેજિક) જરૂરિયાત પણ છે.

“CM સ્ટાલિનના મનમાં ખેડૂતો નથી”

તેમણે એમ પણ પૂછ્યું, “શું તેમને ખબર નથી કે પામ તેલની ભારે આયાત કરવામાં આવે છે કારણ કે ખાદ્ય તેલની માંગ તેલીબિયાંના પુરવઠા દ્વારા પૂરતા પ્રમાણમાં પૂર્ણ થતી નથી? કઠોળમાં પણ આવી જ સમસ્યા છે. ખેડૂતોને એવા પાક માટે વધુ સારા ભાવ મળી શકે છે જેમાં પુરવઠા-માંગનો તફાવત હોય. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સીએમ સ્ટાલિન ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખતા નથી.”

તેમણે કહ્યું કે રાજ્યોને લખાયેલ આ પત્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાની જવાબદારી વહેંચવાની એક આમંત્રણ છે. મોટાભાગની રાજ્ય સરકારો પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને આ વાતને સમજી છે અને સહકારી સંઘવાદની ભાવના સાથે જવાબ આપ્યો છે. પરંતુ માત્ર CM સ્ટાલિને આ મુદ્દાને વધુ વિવાદાસ્પદ બનાવવા નિર્ણય લીધો છે.

‘પત્ર કેમ જાહેર ન કરવામાં આવ્યો?’

નાણામંત્રીએ સચિવ (ખર્ચ) ના પત્રને જાહેર કરવાના મુખ્યમંત્રી સ્ટાલિનના પડકારનો જવાબ આપતા તેને “ખોટી બહાદુરી” ગણાવી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને પત્ર મળ્યો હતો પરંતુ તેઓ જાણી જોઈને તેનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે. સીતારમણે કહ્યું, “જો આ પત્ર તેમના કેસને મજબૂત બનાવતો હોત, તો તેઓ પોતે જ તેને જાહેર કરતા. અમને આ પત્ર જાહેર કરવામાં કોઈ ખચકાટ નથી.”

આ પણ વાંચો: 8th Pay Commission માં બમ્પર ભરતી, મહિને માત્ર 12 દિવસ કામ અને 90,000 પગાર!

Back to top button