ભુજમાં નાગોર પાસે નવા નીરે ભોગ લીધો : બે કન્યા પાણીના ખાડામાં ડૂબી

ભુજ, 07 જુલાઇ 2025: Kachchh ભુજના નાગોર રેલવે બ્રિજ પાસે પાણીમાં ડૂબવાથી 2 કન્યાના મૃત્યુ થયા હોવાની ઘટના બની છે. વરસાદી નવા નીર ભરેલા ખાડામાં બે કન્યાઓ શા માટે ગઇ હતી તે હજુ તપાસનો વિષય છે. પરંતુ નવા નીરે ભોગ લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં એક 16 વર્ષીય કિશોરી અને 18 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે.
દીવાલ પડતાં 3 બાઈક દબાઈ
બે દિવસથી ભુજ સહિત કચ્છમાં પડી રહેલા વરસાદના પગલે ઠેર ઠેર વોકળામાં પાણી છલકાઇ રહ્યા છે. તો, ખાડાઓમાં પણ પાણી ભરાયા છે.પણ આ નવા નીર લોકોના જીવનો ભોગ લઇ રહ્યા છે. વધારામાં કાચા મકાનો તૂટવાની ઘટના પણ સામે આવી છે. જેમાં ભુજના દેશલપર (વાંઢાય) માં દીવાલ પડતા 3 બાઈક દબાઈ હતી. ભગત નગર પાસે આવેલ હોટલ પાસે દીવાલ થઈ ધરસાઈ થતાં મોટરસાઇકલને નુકસાન થયું હતું. રવિવાર રાત્રીના આ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના પગલે નુકસાન થયું હતું.
આ પણ વાંચો:ચીનની ચોંકાવનારી હકીકતઃ ટોચના અર્થતંત્રનાં બણગાં પણ Ph.D કરનારા ડિલિવરી બૉય તરીકે કામ કરે છે
આ પણ વાંચો:ચીનને મરચા લાગશે, દલાઈ લામાને ભારતરત્ન આપવાની માંગ; સાંસદોએ કેન્દ્રને પત્ર લખ્યો












