નેપાળની બાલેન શાહ સરકારને મોટો ઝટકો, 26 દિવસમાં જ ગૃહમંત્રીએ પદ છોડી દીધું

Breaking News: નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે પદ સંભાળ્યા બાદ માત્ર 26 દિવસમાં જ રાજીનામું આપી દીધું છે. બુધવાર (22 એપ્રિલ, 2026)ના રોજ પોતાની નાણાકીય સંપત્તિ અંગે ઊઠેલા પ્રશ્નોની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. સુધન ગુરુંગે આ અંગે ફેસબુક પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટા સાથે વ્યાપારિક ભાગીદારી અને માઇક્રો ઇન્શ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણના આક્ષેપો લાગ્યા હતા. દીપક ભટ્ટા પર મની લોન્ડરિંગના આરોપો છે અને તેમના વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
સુધન ગુરુંગે ગૃહમંત્રી બન્યા પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું હતું, પરંતુ હવે પોતાના ખાનગી રોકાણોને કારણે તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યાપક વિરોધ બાદ તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
ફેસબુક પોસ્ટમાં સુધન ગુરુંગે લખ્યું…
“મારા સામે લગાયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે અને પદ પર રહેતાં હિતોના ટકરાવથી બચવા તેમજ તપાસ પ્રક્રિયા પર કોઈપણ પ્રકારનો પ્રભાવ ન પડે તે માટે મેં ગૃહમંત્રીના પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.”
આ પણ વાંચો: ઈરાનના સુપ્રિમ લીડર સમજદાર અને… અચાનક ટ્રમ્પના સૂર કેમ બદલાયા?












