ટ્રેન્ડિંગમનોરંજન

Kissing સીન્સની ખુલી પોલ, ઈન્ટીમેસી માટે એક્ટર્સને ફોર્સ કરે છે મેકર્સ?

Kissing Seens Reality: બોલ્ડ વેબ સિરીઝનો જાણીતો ચહેરો ગણાતી અભિનેત્રી નેહલ વડોલિયા હવે એક્ટ્રેસની સાથે સાથે ‘ઇન્ટિમેસી કોર્ડિનેટર’ પણ બની ગઈ છે. ‘મસ્તરામ’ અને ‘જલેબી બાઈ’ જેવી સિરીઝમાં કામ કરી ચૂકેલી નેહલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં બોલ્ડ સીન્સ અને કિસિંગ સીન્સ પાછળના શૂટિંગના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે.

કેવી રીતે થાય છે શૂટિંગ?

નેહલના જણાવ્યા અનુસાર, ફિલ્મો કે સિરીઝમાં દેખાતા કિસિંગ સીન્સ હંમેશા વાસ્તવિક નથી હોતા. જો કોઈ કલાકાર લિપ-કિસ કરવામાં અસહજ હોય, તો ડાયરેક્ટર્સ શરીરના અન્ય ભાગો જેમ કે ગરદન, કાન કે સિક્સ પેક એપ્સ પાસે કિસ કરાવીને સીન પૂર્ણ કરે છે. આ દરમિયાન કેમેરા એંગલ એવી રીતે રાખવામાં આવે છે કે દર્શકોને તે લિપ-કિસ જેવું જ લાગે.

કેમેરા ચીટિંગ અને એપલ શૉટ

નેહલે વધુમાં જણાવ્યું કે, જ્યારે આર્ટિસ્ટ બિલકુલ કમ્ફર્ટેબલ ન હોય ત્યારે ‘કેમેરા ચીટિંગ’નો ઉપયોગ થાય છે. આ ટેકનિકમાં ઘણીવાર ‘એપલ’ (સફરજન) કે ‘મિરર’ (અરીસા) પર કિસ કરાવીને શોટ લેવામાં આવે છે. કેમેરાના એંગલથી એવું દર્શાવવામાં આવે છે કે કલાકારો એકબીજાની અત્યંત નજીક છે.

હોલિવૂડ વિરુદ્ધ બોલિવૂડ

નેહલ મુજબ, હોલિવૂડમાં કલાકારો ટેકનિક અને કિસિંગ સીન્સ બાબતે વધુ પ્રોફેશનલ અને કમ્ફર્ટેબલ હોય છે. જ્યારે ભારતમાં હજુ પણ ઘણા કલાકારો રિયલ કિસ કરવાને બદલે કેમેરા ટ્રિક્સનો સહારો લેવાનું પસંદ કરે છે. અહીં શૂટિંગ દરમિયાન કલાકારોને કોઈ ફોર્સ કરવામાં આવતો નથી, પરંતુ કેમેરા એંગલથી સીનને રિયલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rajasthan વીડિયો માટે સ્ટન્ટ, પરિણામ બન્યું ગંભીર

આ પણ વાંચોઃ ગુજરાત IPS એસોસિએશનનું રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર, ગોપાલ ઇટાલિયા સામે કડક કાર્યવાહીની માંગ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button