નીમ કરોલી બાબા-સાઈ બાબા બાદ હવે ખાટૂ શ્યામ પર ફિલ્મ, 2027માં થશે રિલીઝ

khatu Shyam Movie : માઈથોલોજિકલ ફિલ્મો (Mythological Films) અને આધ્યાત્મિક કથાઓ પર આધારિત સિનેમાનો ક્રેઝ હાલ સતત વધી રહ્યો છે. ‘મહાવતાર નરસિંહ’ બાદ હવે નીમ કરોલી બાબા અને સાઈ બાબા પર ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે. આ કડીમાં હવે કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર ખાટૂ શ્યામ જી પર પણ ફિલ્મ બનવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ફિલ્મને લઈને ટ્રેડ એનાલિસ્ટ (Trade Analyst) તરણ આદર્શે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. આ સાથે ફિલ્મની શરૂઆતની વિગતો તેમજ ખાટૂ શ્યામ બાબા પર આધારિત એનિમેટેડ મોશન પિક્ચર (Animated Motion Picture) પણ શેર કરવામાં આવ્યું છે.
‘હારે કા સહારા, બાબા ખાટૂ શ્યામ હમારા’ નામથી બનશે ફિલ્મ
તરણ આદર્શે જણાવ્યું કે ખાટૂ શ્યામ જી પર બનનારી આ ડિવોશનલ ફિલ્મ (Devotional Film)નું નામ ‘હારે કા સહારા, બાબા ખાટૂ શ્યામ હમારા’ રાખવામાં આવ્યું છે.
આ ફિલ્મનું નિર્માણ અબુન્ડન્ટિયા એન્ટરટેઇનમેન્ટ (Abundantia Entertainment) અને સિલેક્ટ મીડિયા (Select Media)ના બેનર હેઠળ કરવામાં આવશે. ફિલ્મમાં ખાટૂ શ્યામ જી સાથે જોડાયેલી પવિત્ર અને સાહસિક કથાઓને પડદા પર રજૂ કરવામાં આવશે.
ફિલ્મની વાર્તા દ્વારા એ પણ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવશે કે ખાટૂ શ્યામ બાબાની શ્રદ્ધા અને આશીર્વાદથી કરોડો ભક્તોને જીવનમાં દિશા અને શક્તિ મળતી હોવાનો વિશ્વાસ કેમ છે.
2027માં થિયેટરમાં આવશે ફિલ્મ
પ્રોડ્યુસર (Producer) વિક્રમ મલ્હોત્રાએ અબુન્ડન્ટિયા એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ રજનીશ ખનૂજા સાથે આ ફીચર ફિલ્મ (Feature Film) માટે હાથ મિલાવ્યો છે. ફિલ્મને વર્ષ 2027માં રિલીઝ કરવાની યોજના છે.
જોકે, ફિલ્મના ડિરેક્ટર (Director), કલાકારો (Cast) અને અન્ય પ્રોડક્શન સંબંધિત વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. મેકર્સ તરફથી આ માહિતી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
સાઈ બાબા પર પણ બની રહી છે ફિલ્મ
આ પહેલા આધ્યાત્મિક સંત સાઈ બાબા પર પણ ફિલ્મ બનવાની જાહેરાતથી ચર્ચા તેજ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા સંજય મિશ્રાનો લીડ રોલ (Lead Role) હોવાનું સામે આવ્યું છે અને તેમનો ફર્સ્ટ લુક (First Look) પણ જાહેર કરવામાં આવ્યો છે.
DEVOTIONAL FILM ON SHRI KHATU SHYAM JI ANNOUNCED – ABUNDANTIA ENTERTAINMENT PARTNERS WITH SELECT MEDIA HOLDINGS… A devotional feature film, titled #HaareKaSaharaBabaKhatuShyamHamara, has been announced.
The film is inspired by the sacred and widely revered story of Shri Khatu… pic.twitter.com/q7LckbZXhd
— taran adarsh (@taran_adarsh) September 7, 2026
‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
માઈથોલોજિકલ સિનેમાની વાત કરીએ તો ‘હનુમાન અંશ’એ પણ બોક્સ ઓફિસ (Box Office) પર આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે રિલીઝના એક મહિના દરમિયાન આશરે ₹150 કરોડનું કલેક્શન કર્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખાસ વાત એ છે કે આ ફિલ્મનું બજેટ માત્ર ₹2 કરોડની આસપાસ હોવાનું જણાવવામાં આવે છે. આટલા ઓછા બજેટમાં જબરદસ્ત કમાણી કરીને ફિલ્મ સૌથી વધુ નફો કરનારી ફિલ્મોની યાદીમાં પણ સામેલ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ: પ્રેમસંબંધ તોડતાં યુવતીને ત્રાસ આપ્યો, સગાઈ તોડાવી અપહરણની ધમકી આપી












