કાલુપુર સ્ટેશનના ચાર પ્લેટફોર્મ દિવાળી પહેલાં ફરી શરૂ થવાની શક્યતા

Platforms Reopen : કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે બંધ રહેલા પ્લેટફોર્મ નંબર 9થી 12 દિવાળી પહેલાં ફરી શરૂ થવાની શક્યતા વધી છે. આ ચારેય પ્લેટફોર્મ શરૂ થતાં દિવાળીના તહેવારોમાં વધતી પેસેન્જર ભીડને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળશે.
સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેક, ઓવરહેડ અને સિગ્નલ સિસ્ટમની તપાસ શરૂ કરવામાં આવી છે. 27 ઓક્ટોબરે કમિશનર ઑફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. પ્લેટફોર્મ 10, 11 અને 12ને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હોવાથી ટ્રેન વ્યવહાર શરૂ કરતા પહેલાં CRSની મંજૂરી જરૂરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટેક્નિકલ કારણોસર વિલંબ થયો
અગાઉ એપ્રિલ અને પછી ઑગસ્ટમાં પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત થઈ હતી, પરંતુ ટેક્નિકલ કારણોસર વિલંબ થયો હતો. હવે દિવાળી પહેલાં ચારેય પ્લેટફોર્મ શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ 9 પર હાજર બ્લોકને પણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ પ્લેટફોર્મ શરૂ થયા બાદ રેલવે પ્લેટફોર્મ 4થી 7 પર બ્લોક લેશે, જેથી જૂના પ્લેટફોર્મ પર વિકાસ કામગીરી માટે જગ્યા મળી રહે.












