નાના પાટેકરના નિધન પર પીએમ મોદી અને અમિત શાહે શોક વ્યક્ત કર્યો
nana patekar death: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે આજે સવારે ગોવામાં નિધન થયું છે. તેઓ પોતાના નિવાસસ્થાને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ બાદ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ લગભગ 45 મિનિટ સુધી CPR આપીને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
નાના પાટેકરના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલિવૂડ સહિત સમગ્ર દેશમાંથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક નેતાઓએ નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી છે.
PM મોદીએ કહ્યું- નાના પાટેકરની કળાને પેઢીઓ યાદ રાખશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના પાટેકરના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે નાના પાટેકરની અદભુત અભિનય ક્ષમતા, અલગ-અલગ પ્રકારના પાત્રોને જીવંત કરવાની કળા અને તેમની દમદાર હાજરીને યાદ કરી.
Few actors possessed the intensity, individuality and unmistakable presence that Shri Nana Patekar Ji had. He brought remarkable versatility and creativity to every role and gave us characters that will be remembered for generations. He was also admired for his frank and forthright views, never hesitating to express what he believed in.
Shri Nana Patekar’s contribution to Hindi and Marathi cinema was immense. His passing leaves a deep void. My condolences to his family, friends and countless admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) October 8, 2026
PM મોદીએ કહ્યું કે નાના પાટેકરે હિન્દી અને મરાઠી સિનેમામાં મોટું યોગદાન આપ્યું. તેમણે પોતાના દરેક પાત્રમાં સર્જનાત્મકતા અને વૈવિધ્ય દર્શાવ્યું અને એવા પાત્રો આપ્યા જેને આવનારી પેઢીઓ પણ યાદ રાખશે. તેમના નિધનથી સિનેમા જગતમાં મોટી ખોટ પડી છે.
અમિત શાહે ગણાવ્યું કળા જગત માટે ‘અપૂરણીય નુકસાન’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે ભારતીય સિનેમાના આ મહાન અભિનેતાનું નિધન કળા જગત માટે અપૂરણીય ક્ષતિ છે.
भारतीय सिनेमा के महान अभिनेता नाना पाटेकर जी का निधन कला जगत के लिए एक अपूरणीय क्षति है। पांच दशकों तक उन्होंने अपने सहज अभिनय और सशक्त संवाद अदायगी से दर्शकों के मन पर अमिट छाप छोड़ी। गंभीर सामाजिक विषय हों या हास्य-व्यंग्य, उन्होंने जिस किरदार को निभाया, उसे जीवंत बना दिया। ‘नाम फाउंडेशन’ के माध्यम से सूखे से जूझ रहे किसान परिवारों की सेवा हो या सीमा पर जाकर जवानों का हौसला बढ़ाना, वे ख्याति के शिखर पर पहुंचकर भी अपनी मिट्टी से जुड़े रहे। जब भी उनसे मिलना हुआ, उनकी सरलता व स्पष्टवादिता ने सदैव प्रभावित किया। ईश्वर शोकाकुल परिजनों व प्रशंसकों को यह दु:ख सहने की शक्ति प्रदान करें और दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें।
ॐ शांति शांति शांति— Amit Shah (@AmitShah) October 8, 2026
અમિત શાહે નાના પાટેકરની પાંચ દાયકાથી વધુ લાંબી કારકિર્દીને યાદ કરતાં તેમની કુદરતી અભિનય શૈલી અને દમદાર સંવાદ અદાયગીની પ્રશંસા કરી. ગંભીર સામાજિક મુદ્દાઓ હોય કે હાસ્ય-વ્યંગ્ય, નાના પાટેકરે દરેક પ્રકારના પાત્રમાં પોતાની આગવી છાપ છોડી હતી.
તેમણે નાના પાટેકરના સામાજિક કાર્યનો પણ ઉલ્લેખ કર્યો. ‘નામ ફાઉન્ડેશન’ દ્વારા દુષ્કાળગ્રસ્ત ખેડૂતોના પરિવારો માટે કરેલા કામ અને સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદ પર જવાના તેમના પ્રયાસોને પણ યાદ કરવામાં આવ્યા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- ‘મારા નજીકના મિત્રને ગુમાવ્યા’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાના પાટેકરના નિધનને પોતાના માટે પણ મોટો આઘાત ગણાવ્યો. તેમણે કહ્યું કે નાના પાટેકર જેટલા મોટા કલાકાર હતા, એટલા જ સારા અને સંવેદનશીલ વ્યક્તિ પણ હતા.
ज्येष्ठ अभिनेते आणि माझे निकटचे मित्र नाना पाटेकर यांची अशी अकाली आणि अचानक ‘एक्झिट’ मनाला मोठा धक्का देणारी आहे. मन प्रचंड दुःखी आहे. नाना जितके पडद्यावर मोठे, तितकेच मनाने सुद्धा मोठे होते. मराठी आणि हिंदी चित्रपटसृष्टीला त्यांनी एक कालखंड दिला. त्यातून प्रामुख्याने एक राष्ट्रभक्त अशीच त्यांची प्रतिमा प्रेक्षकांना भावली. ‘क्रांतिवीर’ ते ‘नटसम्राट’ या त्यांच्या प्रवासात जो दमदार आणि कसदार अभिनयाचा पट त्यांनी उभा केला, त्याला तोड नाही. त्यामुळे अभिनेता म्हणून त्यांचे जाणे ही मोठी हानी आहे.
परखडपणा, बेधडकपणा हे स्वभावगुण त्यांचे व्यक्तिमत्त्व खुलवणारे ठरले. पण मी मुख्यमंत्री झाल्यापासून त्यांच्यातील हळवा माणूस कायम पाहत आलो आहे. आम्ही जलयुक्त शिवार अभियान हाती घेतले, तेव्हा त्याला पाठिंबा देण्यासाठी स्वतः नाना पुढे आले होते. मकरंद अनासपुरेजी आणि त्यांनी सोबत येत ‘नाम फाऊंडेशन’ची स्थापना केली आणि स्वतः शिवारात जाऊन काम केले.
शेतकऱ्यांसाठी मदत करणे असो, दुष्काळी कालखंडात मदतीचा हात पुढे करणे असो, नाना कायम अग्रणी राहिले. यंदाही आपण दुष्काळाचा सामना करीत असताना नाना कधीच मागे राहिले नसते, पण ते अचानक सोडून निघून गेले. मी त्यांना भावपूर्ण श्रद्धांजली अर्पण करतो. त्यांच्या कुटुंबियांच्या, चाहत्यांच्या दुःखात आम्ही सहभागी आहोत.
ॐ शांति 🙏— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 8, 2026
ફડણવીસે ‘ક્રાંતિવીર’થી લઈને ‘નટસમ્રાટ’ સુધીના નાના પાટેકરના યાદગાર અભિનયને યાદ કર્યો અને કહ્યું કે તેમના અભિનયની કોઈ તુલના નથી.
તેમણે નાના પાટેકરની સ્પષ્ટવક્તા અને નિર્ભય સ્વભાવનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ કહ્યું કે જાહેર જીવનમાં તેમની નિડર છબીની પાછળ એક અત્યંત સંવેદનશીલ વ્યક્તિ પણ હતી.
ખેડૂતો માટે પણ હંમેશા આગળ રહ્યા નાના
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ‘જલયુક્ત શિવાર’ અભિયાન દરમિયાન નાના પાટેકર પોતે તેના સમર્થનમાં આગળ આવ્યા હતા. મકરંદ અનાસપુરે સાથે મળીને તેમણે ‘નામ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી અને ખેડૂતો તથા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જમીન પર જઈને કામ કર્યું.
ખેડૂતોને મદદ કરવાની હોય કે દુષ્કાળના સમયમાં જરૂરિયાતમંદો સુધી સહાય પહોંચાડવાની હોય, નાના પાટેકર હંમેશા આગળ રહેતા હતા. તેમના અચાનક નિધનથી સિનેમા જગત ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ મોટી ખોટ પડી છે.
પાંચ દાયકાની કારકિર્દી, યાદગાર પાત્રો
નાના પાટેકરે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાના દમદાર અભિનયથી આગવી ઓળખ બનાવી હતી. ‘ક્રાંતિવીર’, ‘પરિન્દા’, ‘અગ્નિસાક્ષી’, ‘વેલકમ’ અને ‘નટસમ્રાટ’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયને ખાસ યાદ કરવામાં આવે છે.
નાના પાટેકરના નિધન સાથે ભારતીય સિનેમાએ એક એવો કલાકાર ગુમાવ્યો છે, જેની દમદાર સંવાદ અદાયગી, અનોખી અભિનય શૈલી અને નિર્ભય વ્યક્તિત્વ લાંબા સમય સુધી દર્શકોના દિલમાં જીવંત રહેશે.
આ પણ વાંચો: ખેડૂતોના હીરો હતા નાના પાટેકર, જાણો બોલિવૂડ અને રાજકારણમાંથી નાના વિશે કોણે શું કહ્યું?












