ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસમાં રિજિનલ પાર્ટીઓના વિલીનીકરણની ચર્ચા તેજ,નાના પટોલેએ કર્યો ચોંકાવનારો દાવો

Nana Patole Claim: દેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં કોંગ્રેસ સાથે ક્ષેત્રિય (પ્રાદેશિક) પક્ષોના સંભવિત વિલીનીકરણ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે (Nana Patole)એ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ પ્રમુખે શું દાવો કર્યો?

નાના પટોલેએ દાવો કર્યો છે કે શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP-SP) તરફથી કોંગ્રેસમાં જોડાવા અંગેનો પ્રસ્તાવ પહેલેથી જ આવી ચૂક્યો છે. નાગપુરથી દિલ્હી જવાના પૂર્વે પત્રકારો સાથે વાતચીત દરમિયાન પટોલેએ જણાવ્યું હતું કે, ‘દેશભરના અનેક ક્ષેત્રિય અને ધર્મનિરપેક્ષ પક્ષો હવે એ અનુભવી રહ્યા છે કે બંધારણીય સંસ્થાઓ નબળી પડી રહી છે અને બંધારણની મૂળ ભાવનાને નુકસાન પહોંચી રહ્યું છે. આ પક્ષોના મતે, કેન્દ્ર સરકાર હેઠળ દેશની સંપત્તિઓનું ખાનગીકરણ વધી રહ્યું હોવાથી દેશ અને બંધારણના રક્ષણ માટે કોંગ્રેસ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.’

‘NCP તરફથી પહેલેથી જ પ્રસ્તાવ આવ્યો’

NCP (SP)ના સંભવિત વિલીનીકરણ અને વિપક્ષી એકતા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં પટોલેએ કહ્યું, ‘NCP તરફથી પહેલેથી જ પ્રસ્તાવ આવ્યો છે. હવે અનેક ક્ષેત્રિય પક્ષો સમજી રહ્યા છે કે દેશને બચાવવા માટે કોંગ્રેસ સાથે જોડાવું જરૂરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત અન્ય ધર્મનિરપેક્ષ પ્રાદેશિક પક્ષોમાં પણ કોંગ્રેસ સાથે વ્યાપક રાજકીય સહયોગ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ સાથે મળીને કામ કરવા માટે સકારાત્મક વાતાવરણ સર્જાઈ રહ્યું છે.’

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: સમય વીતી ગયો, પરંતુ પીડા હજુ પણ જીવંત

સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

પટોલેના આ નિવેદનને વિપક્ષી રાજકારણમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની આગેવાની હેઠળ વધુ મજબૂત અને વ્યાપક વિરોધી ગઠબંધન ઊભું કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) અથવા NCP (SP) તરફથી અત્યાર સુધી કોઈ ઔપચારિક વિલીનીકરણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે, હાલ આ સમગ્ર મુદ્દો રાજકીય અટકળો અને ચર્ચાઓના કેન્દ્રમાં રહ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજકીય વિશ્લેષકોના મતે, જો ભવિષ્યમાં આવા કોઈ વિલીનીકરણ અથવા મોટા સ્તરે રાજકીય સહયોગ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે, તો તે દેશના વિપક્ષી રાજકારણમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે.

આ પણ વાંચો : 19 ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના સાંસદ બન્યા, જાણો રાજ્યસભામાં હવે NDAના કેટલા સાંસદો થયા
Back to top button