નેશનલ

જ્ઞાનેશ કુમાર અંગે રાજકારણ ગરમાયું: એકતરફ ભારત રત્નની માંગ, બીજી તરફ રાજીનામા માટે વિરોધની તૈયારી

NCPI Demands Bharat Ratna for CEC Gyanesh Kumar: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને દેશનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને થયેલા ખુલાસા બાદ વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે. પરંતુ આ જ વિવાદ વચ્ચે નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) એ તેમના સમર્થનમાં આવીને તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની માંગ કરી છે.

NCPI એ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ભારત રત્ન આપવાની વિનંતી કરી છે. NCPI પ્રમુખ જ્યોતિપ્રકાશ ચેટર્જીએ 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ મતદાન, મતદાર યાદીમાં સુધારો અને રેકોર્ડ મતદાન કરાવવા બદલ કમિશનરના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

જ્ઞાનેશ કુમારના સમર્થનમાં પ્રદર્શનો

એક તરફ વિપક્ષ ચૂંટણી કમિશનરનો વિરોધ કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ રવિવારે અગ્રવાલ અને વિવિધ વૈશ્વિક સંગઠનોએ જ્ઞાનેશ કુમારના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ પકડીને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનરને ભારત રત્ન આપવાની માંગણીને સમર્થન જાહેર કર્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

2 ઓક્ટોબરે CJP નું મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન

બીજી તરફ, CJP ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ પર અડગ છે. CJP ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ 2 ઓક્ટોબરે મુંબઈના શિવાજી પાર્ક ખાતે કમિશનર સામે વિરોધ પ્રદર્શન કરશે. CJP ના રાષ્ટ્રીય પ્રવક્તા સિદ્ધાંત ભારદ્વાજે જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરે સાંજે 4:00 વાગ્યે આ આંદોલન યોજાશે, જેમાં દેશભરમાંથી લોકોને હાજર રહેવા આમંત્રણ અપાયું છે. તેમણે ઉમેર્યું હતું કે જો સરકાર વિરોધીઓને જેલમાં ધકેલવાનો પ્રયાસ કરશે તો પણ તેઓ પીછેહઠ નહીં કરે અને રાજીનામું ન આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ગરમાયું રાજકારણ: અખિલેશ યાદવના દાવથી ભાજપ છાવણીમાં ખળભળાટ

Back to top button