એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલમીડિયા

IBPS ક્લર્કનું એડમિટ કાર્ડ જાહેર, પરીક્ષા પહેલા અહીંથી કરો સરળતાથી ડાઉનલોડ

IBPS Admit Card : IBPS દ્વારા કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ CSA 16ની પ્રારંભિક પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો હવે IBPSની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 11,663 ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

10 અને 11 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા

IBPS CSA 16ની પ્રારંભિક પરીક્ષા 10 અને 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાશે. પરીક્ષા માટે અલગ અલગ રાજ્યોમાં પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ પરીક્ષા માટે જતા પહેલાં પોતાના એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક તપાસી લેવી જરૂરી છે.

આ રીતે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

સૌપ્રથમ ઉમેદવારોએ IBPSની સત્તાવાર વેબસાઇટ ibps.in પર જવાનું રહેશે. ત્યારબાદ હોમપેજ પર આપેલા રિસેન્ટ અપડેટ્સ વિભાગમાં જવું પડશે.

અહીં Online Preliminary Exam Call Letter for CRP CSA XVI નામની લિંક પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે. જરૂરી વિગતો સબમિટ કર્યા બાદ એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. ઉમેદવાર તેને ડાઉનલોડ કરીને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી શકે છે.

એડમિટ કાર્ડમાં આ વિગતો આપવામાં આવશે

ઉમેદવારના એડમિટ કાર્ડમાં નામ, માતા પિતા અથવા વાલીનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રોલ નંબર, જન્મ તારીખ, કેટેગરી અને લિંગ જેવી વ્યક્તિગત વિગતો આપવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાનું નામ, પરીક્ષાની તારીખ, શિફ્ટ અને પરીક્ષાનો સમય પણ એડમિટ કાર્ડમાં દર્શાવવામાં આવશે. પરીક્ષા કેન્દ્રનું નામ, સંપૂર્ણ સરનામું, રિપોર્ટિંગ સમય અને પરીક્ષા કેન્દ્રનો પ્રવેશદ્વાર બંધ થવાનો સમય પણ તેમાં આપવામાં આવશે. એડમિટ કાર્ડમાં ઉમેદવારનો ફોટો અને સહી સાથે પરીક્ષા સંબંધિત જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે. તેથી પરીક્ષા પહેલાં ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી તમામ વિગતો સારી રીતે વાંચી લેવી જોઈએ.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એડમિટ કાર્ડમાં ભૂલ હોય તો શું કરવું

જો એડમિટ કાર્ડમાં ઉમેદવારના નામ, ફોટો, જન્મ તારીખ અથવા અન્ય કોઈ માહિતીમાં ભૂલ જોવા મળે તો ઉમેદવારે તાત્કાલિક IBPSનો સંપર્ક કરવો જોઈએ. ઉમેદવાર દ્વારા માહિતી આપવામાં આવ્યા બાદ સંસ્થા જરૂરી ચકાસણી કરીને સુધારાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી શકે છે.

આ પણ વાંચો : ચાર કંપનીઓના IPOને SEBIની મંજૂરી, રોકાણકારો માટે ટૂંક સમયમાં નવા વિકલ્પો ખુલશે

Back to top button