ગુજરાતમધ્ય ગુજરાત

સુરતના સચિન GIDCમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

Child Abuse Case : સુરતના સચિન GIDC વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સવારે કુદરતી હાજતે જઈને ઘરે પરત ફરી રહેલી બાળકીનો રસ્તો રોકીને એક શખસ તેને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં બાળકી સાથે મારપીટ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો? (Surat Crime)

મળતી માહિતી મુજબ, સચિન GIDC વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની આઠ વર્ષની બાળકી સવારે ઘર નજીક ખુલ્લી જગ્યાએ કુદરતી હાજતે ગઈ હતી. ત્યાંથી ઘરે પરત ફરતી વખતે સર્વેશ રામલખન નિશાદ (ઉંમર 34 વર્ષ) નામના શખસે તેને એકલી જોઈ તેનો હાથ પકડી લીધો હતો અને નજીકની અવાવરુ ઝાડીઓમાં લઈ ગયો હતો. આરોપીએ બાળકીનો વિરોધ છતાં તેની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ તેણે આ ઘટના અંગે માતાને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

માતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ (POCSO Act)

ઘટના બાદ પીડા અનુભવતી બાળકી પોતાની સાથે બનેલી ઘટનાની જાણ માતાને કરી હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સચિન GIDC પોલીસે આરોપી સર્વેશ રામલખન નિશાદ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છૂટક મજૂરી કરતો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના મલવા તાલુકાના ખાનપુરનો રહેવાસી છે અને હાલ સુરતમાં સચિન GIDC વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણની આજે છેલ્લી તક, અત્યાર સુધી 5.40 ગણું સબ્સ્ક્રિપ્શન

Back to top button