અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદમાં ‘ગરબો’જામ્યો, ટ્રેડિશનલ સંસ્કૃતિ અને મોર્ડન એનર્જીનો અનોખો સંગમ

Navratri Festival :  ગુજરાતમાં નવરાત્રિના બીજા નોરતે ઠેરઠેર ગરબાની રમઝટ જોવા મળી હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અમદાવાદમાં (Ahmedabad) નવરાત્રિની રંગત વચ્ચે ‘ધ ગરબો’ (The Garbo) ઈવેન્ટ ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઓગણજ પાસે એસ.પી. રિંગ રોડ પર આવેલા સંસ્કારધામના ગ્રાઉન્ડમાં યોજાતા આ મહોત્સવમાં પરંપરાગત ગરબા સાથે આધુનિક સંગીતનો અનોખો સમન્વય જોવા મળશે. ‘વેર ટ્રેડિશનલ મીટ મોર્ડન એનર્જી’ની થીમ પર આયોજિત આ કાર્યક્રમમાં સંગીત, લાઇટિંગ અને ગરબાની રમઝટનો અનુભવ માણવા મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી રહ્યા છે.

બેન્ડિશ પ્રોજેક્ટના સંગીત પર ગરબાની મોજ

આ ઈવેન્ટનું ડમુખ્ય આકર્ષણ (Bandish Projekt) છે. ખાસ વાત તો એ છે કે ખેલૈયાઓને ફ્યુઝન મ્યુઝિક, લાઇવ ગરબા, ટેકનો ગરબા, ડીજે ગરબા અને પારંપરિક એવા શરણાઈ ગરબા સહિતના બધા જ એક્સપીરિયન્સ એક જ સ્થળે મળી રહે તેવી કોશિશ કરવામાં આવી છે. પરંપરાગત ગરબાની લયને આધુનિક સંગીત સાથે જોડીને રજૂ કરવાની શૈલી યુવા ખેલૈયાઓને ખાસ આકર્ષી રહી છે. આયોજકોએ સંગીત અને મનોરંજનનો અનોખો અનુભવ આપવા માટે ખાસ તૈયારીઓ કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

12 કલાક સુધી ગરબા અને સંગીતની રમઝટ

. ‘ગરબો’ ઈવેન્ટમાં સતત 12 કલાક સુધી રાસ-ગરબાનું આયોજન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને ખાસ લાઇટિંગ ઇફેક્ટ્સ સાથે ખેલૈયાઓને ઉત્સવનો અલગ જ અનુભવ લેતા જોવા મળ્યા હતા. પરંપરાગત ગરબાના શોખીનોની સાથે આધુનિક મ્યુઝિક પસંદ કરતા યુવાનો માટે પણ આ ઈવેન્ટ અટ્રેક્ટિવ હતી.

ટિકિટ, સમય અને સ્થળની વિગતો

ઓગણજ ટોલ ટેક્સ નજીક, સરદાર પટેલ રિંગ રોડ, અમદાવાદ ખાતે થતા આ ગરબાના ભાવ જોતા તમને કુતુહલ સર્જાય કે આટલા બધા ભાવ કેમ છે? મળતી માહિતી મુજબ અહીં ટિકિટના દર ₹2,200થી શરૂ થાય છે તેમ છતાં પણ એક અલગ અનુભવ લેવા GENZ મો માંગી કિંમત આપવા તૈયાર થયા છે.

સુરક્ષા અને પાર્કિંગની વ્યવસ્થા

આયોજકોના જણાવ્યા અનુસાર ઈવેન્ટમાં આવતા પરિવારો અને ખેલૈયાઓની સુવિધા માટે પાર્કિંગ, સુરક્ષા અને હોસ્પિટાલિટી સહિતની વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. પરંપરાગત ગરબાની સંસ્કૃતિને આધુનિક સંગીત સાથે માણવા ઇચ્છતા ખેલૈયાઓ માટે ‘ગરબો’આ નવરાત્રિમાં એક અલગ અનુભવ બની શકે છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનને સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીનો ઝટકો! SIR સામેની અરજીમાં 14 ખામીઓ 

Back to top button