ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

દિલ્હીમાં સેના ભવન નજીક ભીષણ આગ, મજૂરોના 200થી વધુ કેમ્પ ખાક

Massive fire breaks out: દિલ્હીના ઉદ્યોગ ભવન વિસ્તારમાં આવેલા મજૂરોના અસ્થાયી કેમ્પમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે લગભગ 200 મજૂરોના તાત્કાલિક રહેઠાણ બળી ને રાખ થઈ ગયા. ઘટના સેના ભવન નજીક બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

20થી વધુ ફાયર બ્રિગેડની ટીમે ચલાવ્યું ઓપરેશન

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે કલાકો સુધી મહેનત કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ મજૂરોનું મોટું નુકસાન થયું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મજૂરો માટે બનાવાયો હતો અસ્થાયી કેમ્પ

ફાયર ઓફિસર સંદીપ દુગ્ગલે જણાવ્યું કે આ વિસ્તાર મજૂરોના રહેવા માટે બનાવવામાં આવેલા અસ્થાયી કેમ્પ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. અહીં નાના LPG સિલિન્ડર અને ખુલ્લા વીજ વાયરનો ઉપયોગ થતો હતો.

તેમણે કહ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં LPG સિલિન્ડર અથવા વીજળીના તારને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વીજળીના પેનલમાં આગ લાગ્યાની મળી હતી માહિતી

અધિકારીઓ મુજબ, વહેલી સવારે લગભગ 3:02 વાગ્યે ઉદ્યોગ ભવન નજીક આવેલા મજૂરોના કેમ્પ પાસે વીજળીના પેનલમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. બાદમાં આગ ટિન શેડવાળા રૂમોમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.

ફાયર વિભાગે સવારે લગભગ 5:30 વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ ચાલી રહ્યું છે કામ

જે વિસ્તારમાં આગ લાગી ત્યાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે. ઉદ્યોગ ભવન સહિત આસપાસના ઘણા સરકારી બિલ્ડિંગોમાં તોડફોડ અને પુનર્વિકાસની પ્રક્રિયા ચાલુ છે.

તાજેતરમાં માલવીય નગરમાં પણ થયો હતો આગનો મોટો અકસ્માત

થોડા દિવસો પહેલાં દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક હોટલમાં પણ ભીષણ આગ લાગી હતી, જેમાં 21 લોકોના મોત થયા હતા. આ ઘટનાના કારણે દિલ્હીમાં આગ સુરક્ષા મુદ્દે લોકોમાં ડર અને ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો : ભાગેડુ નીરવ મોદીને યૂકેની કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો, બેન્ક ઓફ ઈન્ડિયાને 100 કરોડ ચુકવવાનો આદેશ

Back to top button