CJPના સ્થાપક અભિજીત દિપકે PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- લોકશાહી બચાવવા લડતા રહીશું

cjp-protest-security: દિલ્હીના જંતરમંતર ખાતે કોંકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે આ પ્રદર્શનને મંજૂરી આપી નથી. તેમ છતાં પાર્ટીના નેતાઓએ પ્રદર્શન યોજવાની જાહેરાત કરતાં રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
અહેવાલ મુજબ, દિલ્હીમાં 26 હજારથી વધુ પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી જિલ્લામાં 300થી વધુ CCTV કેમેરા લગાવીને દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, સુરક્ષાકર્મીઓને બોડી કેમેરા પણ આપવામાં આવ્યા છે.
CJPના સ્થાપક અભિજીત દીપકેએ સરકારની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ
CJPના સ્થાપક અભિજીત દીપકેએ વિરોધ પ્રદર્શનને રોકવા માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે રેલવે અને મેટ્રો સેવાઓ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે, ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને અનેક રસ્તાઓ પર અવરોધો ઊભા કરવામાં આવ્યા છે.
દીપકેએ એવો પણ આક્ષેપ કર્યો કે જમ્મુ-કાશ્મીર અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષા દળોને દિલ્હીમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે સવાલ કર્યો કે પોતાના જ નાગરિકોના વિરોધને રોકવા માટે આટલી મોટી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની શું જરૂર છે?
‘વિરોધ કરવો અમારો મૂળભૂત અધિકાર’
અભિજીત દીપકેએ જણાવ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવો નાગરિકોનો અધિકાર છે. બંધારણની કલમ 19નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી તથા લોકશાહીની રક્ષા માટે પોતાની લડત ચાલુ રાખશે. ધરપકડ અંગે પૂછવામાં આવતાં દીપકેએ કહ્યું કે તેઓ અટકાયત કે ધરપકડનો સામનો કરવા તૈયાર છે, પરંતુ પોતાના વિરોધમાંથી પીછેહઠ નહીં કરે. તેમણે સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખવાની વાત કરી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
જંતરમંતરની આસપાસ ઇન્ટરનેટ અને મેટ્રો સેવાઓ પર નિયંત્રણ
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જંતરમંતરની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. અહેવાલ મુજબ, જંતરમંતરના ચાર કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. દિલ્હીના 45 મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા બંધ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રવેશતા માર્ગો પર પોલીસ દ્વારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાઉડસ્પીકર દ્વારા જાહેરાતો કરીને લોકોને પ્રદર્શન માટે એકત્ર ન થવા, સૂત્રોચ્ચાર ટાળવા અને જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અપીલ કરવામાં આવી રહી છે.
પ્રદર્શનને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક
દિલ્હી પોલીસે પ્રદર્શનને મંજૂરી ન આપી હોવા છતાં CJPના નેતાઓએ વિરોધ કરવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. પ્રદર્શનકારીઓની હાજરી અને પોલીસની કાર્યવાહી અંગે આગળની સ્થિતિ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો : નવરાત્રિમાં વરસાદ વિલન બનશે કે ગરમી વધારશે મુસીબત? જાણો હવામાનની સ્થિતિ












