LPG સબસિડી મેળવવા માટે આધાર બાયોમેટ્રિક કરાવ્યું છે? નહીં તો જાણી લો આ માહિતી

Aadhaar Biometric : ઘરમાં રસોઈ માટે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે આધાર સંબંધિત એક મહત્વપૂર્ણ પ્રક્રિયા અમલમાં આવી છે. 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડર બુક કરાવવા માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (Biometric Aadhaar Authentication) પૂર્ણ કરાવવું જરૂરી બનાવવામાં આવ્યું છે. જે ગ્રાહકોએ આ પ્રક્રિયા અગાઉથી પૂર્ણ કરી લીધી છે તેમને ફરીથી કરાવવાની જરૂર નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર 2026 સુધીમાં 27.43 કરોડ એટલે કે 89.9 ટકા સક્રિય LPG ગ્રાહકોનું ઓથેન્ટિકેશન પૂર્ણ થઈ ચૂક્યું હતું.
ઘરે બેઠાં કેવી રીતે કરાવી શકશો e-KYC?
ગ્રાહકો પોતાના ગેસ કનેક્શન પ્રમાણે સંબંધિત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ઇન્ડેન ગેસના ગ્રાહકો IndianOil ONE, ભારત ગેસના ગ્રાહકો HelloBPCL અને HP ગેસના ગ્રાહકો HP PAY એપ્લિકેશન મારફતે પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ ઉપરાંત સિલિન્ડરની ડિલિવરી વખતે પણ ડિલિવરી કર્મચારીની મદદથી ઓથેન્ટિકેશન કરાવી શકાય છે. ગ્રાહકો પોતાના ગેસ ડિસ્ટ્રિબ્યુટરના શોરૂમ પર જઈને પણ આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બાયોમેટ્રિક નહીં કરાવ્યું હોય તો શું થશે?
સબસિડી સાથે નિયંત્રિત કિંમતે સિલિન્ડર મેળવવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જરૂરી છે. જે ગ્રાહકો આ પ્રક્રિયા કરાવવા ઇચ્છતા નથી અથવા કરાવી શકતા નથી, તેઓ પોતાની પસંદગી ગેસ કંપનીના ડિજિટલ માધ્યમથી નોંધાવી શકે છે. જોકે, તેમને સબસિડી વગર બજાર ભાવે 5 કે 10 કિલોના સિલિન્ડર ઉપલબ્ધતા પ્રમાણે મળી શકે છે. ગ્રાહકોને વધુ માહિતી માટે LPGની ટોલ ફ્રી હેલ્પલાઇન 1800 2333 555 પર સંપર્ક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : દેવ દિવાળી 2026: 24 નવેમ્બરે કાશીમાં કેમ પ્રગટશે લાખો દીવડાઓ? જાણો કારણો












