ગુજરાતટ્રેન્ડિંગ

હવામાન વિભાગે કરી કડકડતી ઠંડીની આગાહી, આ દિવસ ‘ભારે’

ગુજરાતમાં હાલ ઠંડી વધતી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું કે, તા. 11 ડિસેમ્બર સુધી હવામાન સુકૂ રહેવાની શક્યતાઓ છે. તેમજ અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાશે. તેમજ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગ દ્વારા શુક્રવારે જાહેર કરેલ રાજ્યના અમુક શહેરોના તાપમાનની વાત કરીઓ તો સૌથી નીચું તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાવા પામ્યું હતું. તેમજ કંડલા પોર્ટ, રાજકોટ, વડોદરામાં તાપમાનનો પારો 15 ની નીચે નોંધાવા પામ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો સામાન્ય કરતા નીચો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો નોંધાવા પામ્યો હતો. તે સિવાયના કોઈ પણ જીલ્લામાં તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાવા પામ્યો નથી.

Back to top button