ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ઈરાન આ યુદ્ધ જીતશે, ઇન્શાઅલ્લાહ’, મિડલ ઈસ્ટમાં અમેરિકાના જમીની એક્શન પર મહેબૂબા મુફ્તીનું નિવેદન

Middle East war: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના વડા મહેબૂબા મુફ્તી સોમવારે વિધાનસભામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું હતુ. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ઈરાન દરેક મોરચે અમેરિકા અને ઇઝરાયલ બંને પર ભાર પડી રહ્યું છે. ઈરાન આ યુદ્ધ જીતશે,ઇન્શાઅલ્લાહ.

મીડિયા સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે “અમેરિકા જમીન પર સૈનિકો ઉતારવાની વાત કરી રહ્યું છે, પરંતુ હકીકતમાં તે પાછળ હટી રહ્યું છે. તેમના પગ ઉખડી રહ્યા છે. ઈરાનની શક્તિ જોઈને અમેરિકા અને ઈઝરાઇલ ગભરાઈ ગયા છે. ઈરાન શહાદત માટે લડી રહ્યું છે. તેમના માટે યુદ્ધમાં મરવું શહાદત છે. બીજી તરફ અમેરિકા અને ઈઝરાઇલની સેનાઓ પાછળ હટી રહી છે અને લડવા માંગતી નથી.” મહબૂબાએ વધુમાં કહ્યું કે ઈરાનની સેનાઓ મુકાબલા માટે તૈયાર છે અને રાહ જોઈ રહી છે, જ્યારે અમેરિકા અને ઈઝરાઇલની સેનાઓ આ જ ડરના કારણે સામે પણ આવી રહી નથી.

અગાઉ, મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, “આની અસર આખી દુનિયા પર પડી રહી છે. જ્યારે પેટ્રોલ મોંઘું થાય છે ત્યારે દરેક વસ્તુ મોંઘી થઈ જાય છે. આપણા લાખો લોકો ગલ્ફ દેશોમાં કામ કરે છે. જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે ત્યારે તેઓ પાછા આવી જશે અને દેશમાં બેરોજગારી વધશે. તેથી યુદ્ધ શક્ય તેટલું જલ્દી બંધ થવું જોઈએ.” મહેબૂબા મુફ્તીએ 4 માર્ચે ટ્રમ્પ અને નેતન્યાહૂના પોસ્ટરો સળગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો: નીતિશ કુમારે 20 વર્ષ પછી વિધાનસભામાંથી લીધી વિદાય, CM પદથી રાજીનામું આપવા રાખી 4 શરતો

Back to top button