ટોપ ન્યૂઝબિઝનેસ

મધ્ય પૂર્વમાં યુદ્ધ, ભારતમાં તેલ સુરક્ષા! રશિયાએ કહ્યું- ભારતીય અર્થતંત્રને કેમ અસર થઈ નહીં

Business News : રશિયાના નાયબ વિદેશ મંત્રી આન્દ્રે રુડેન્કોએ ભારતને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ ગયું હતું, ત્યારે રશિયન તેલના પુરવઠાએ ભારતને કટોકટી દૂર કરવામાં મદદ કરી હતી. જેના કારણે મોસ્કો ભારત માટે ભરોસાપાત્ર ઊર્જા ભાગીદાર સાબિત થયું. રુડેન્કોએ તાજેતરમાં કહ્યું હતું કે, મુશ્કેલ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓમાં પણ મોસ્કો તેના ભાગીદારની માંગ પૂરી કરી શકે છે.

રુડેન્કોએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેની હાલની વ્યવસ્થાઓએ વૈશ્વિક ઉર્જા વેપારમાં વિક્ષેપોની અસરને “નોંધપાત્ર રીતે ઘટાડવા” મદદ કરી છે. રુડેન્કોએ રશિયન સહયોગથી બનેલા કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે, રશિયન-ડિઝાઇન કરેલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે ટૂંક સમયમાં અન્ય સાઇટ નક્કી કરવામાં આવશે.

ઓગસ્ટમાં તેલનો પુરવઠો બમણો થયો

હોર્મુઝની સામુદ્રધુની મારફતે અવરજવરમાં અવરોધ આવ્યા બાદ અહીંની ઓઇલ રિફાઇનરીઓએ રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો કર્યો હતો. સંઘર્ષ શરૂ થયા પછી માર્ચ 2026માં ભારતની રશિયન ક્રૂડની આયાત લગભગ બમણી થઈને 2.25 મિલિયન બેરલ પ્રતિ દિવસ (bpd) થઈ ગઈ હતી, જે ભારતની કુલ તેલ ખરીદીનો અડધો હિસ્સો છે. અહેવાલો અનુસાર, યુદ્ધ પછી, ખાડી દેશોમાંથી ભારતને મળનારી સપ્લાયમાં ભારે ઘટાડો થયો હતો.

શું કહે છે આંકડાઓ?

રુડેન્કોનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત રશિયા અને ઈરાન પરના પ્રતિબંધ કાયદા (જેના હેઠળ રશિયન તેલ ખરીદવા પર 100% ટેરિફ લાદવામાં આવી શકે છે) અંગે અમેરિકા સાથે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે અને યુક્રેનના નેતા વ્લાદિમીર ઝેલેન્સકીએ યુએસના નવા પ્રતિબંધ કાયદા હેઠળ રશિયાના તેલ વેપારને રોકવાની માંગ કરી છે.

કોમોડિટી એનાલિટિક્સ ફર્મ Kplerના પ્રારંભિક ડેટા અનુસાર, ભારતને રશિયન તેલનો પુરવઠો ઓગસ્ટમાં લગભગ 2.1 મિલિયન bpd અને સપ્ટેમ્બરમાં લગભગ 1.9 મિલિયન bpd હતો. ભારત સરકાર કહે છે કે, તેની 1.4 બિલિયન વસ્તી માટે સસ્તું અને ભરોસાપાત્ર ઉર્જા સુનિશ્ચિત કરવા માટે તેને બહુવિધ સપ્લાયર્સની જરૂર છે, અને તેણે વૈશ્વિક ઊર્જા બજારોને વિક્ષેપિત અથવા મર્યાદિત કરી શકે તેવા પ્રતિબંધો સામે ચેતવણી આપી છે.

આ પણ વાંચો :

Back to top button