ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024મીડિયાવર્લ્ડસ્પોર્ટ્સ

મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ પાછા લેવામાં આવશે, જાણો કારણ

HD ન્યૂઝ ડેસ્ક :  પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરના પ્રદર્શને સમગ્ર દેશના લોકોના દિલ જીતી લીધા હતા. ભારતની આ સ્ટાર શૂટરે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. શૂટરના બંને મેડલ પરત લેવામાં આવશે અને મનુ ભાકર માટે ઉલ્લેખનીય છે કે શૂટરના બંને બ્રોન્ઝ મેડલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હવે આ મેડલ બનાવનાર ફ્રેન્ચ કંપની મોનેઈ ડી પેરિસ મનુને નવા બ્રાન્ડેડ મેડલ આપશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યાના થોડા દિવસો પછી જ મનુ ભાકરના મેડલનો રંગ ઉતરી ગયો અને તેમનીસ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ઘણા ખિલાડીઓએ ફરિયાદ કરી
માત્ર મનુ ભાકર જ નહીં, વિશ્વભરના ઘણાબધા ખિલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા મેડલ અંગે ફરિયાદ કરી હતી. ખિલાડીઓએ પેરિસ ઓલિમ્પિકના મેડલની નબળી ગુણવત્તાવાળી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. આ ફરિયાદો પછી, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું છે કે ક્ષતિગ્રસ્ત ઓલિમ્પિક મેડલ મોનેઈ ડી પેરિસ દ્વારા ફરીથી રિપેર કરવામાં આવશે અને તે એથ્લેટ્સને એકદમ નવી સ્થિતિમાં પાછા કરવામાં આવશે.

પેરિસ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝેશને મેડલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોનેઈ ડી પેરિસને આપ્યો હતો. તે એક સરકારી કંપની છે તે ફ્રાન્સ માટે સિક્કા અને અન્ય ચલણનું પણ ઉત્પાદન કરે છે. એક અહેવાલ અનુસાર, કંપની આવતા અઠવાડિયામાં જ એથ્લેટ્સના તમામ ક્ષતિગ્રસ્ત મેડલ બદલી આપશે. ફ્રેન્ચ કંપની મોનાકો ડી પેરિસે દરેક મેડલમાં એફિલ ટાવરના લોખંડના ટુકડાઓનો ઉપયોગ પણ કર્યો હતો. આ કંપનીએ ઓલિમ્પિક ગેમ્સ માટે 5,084 ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ બનાવ્યા હતા.

મનુ ભાકરના રેકોર્ડ્સ
મનુ ભાકર એવી પહેલી ભારતીય એથ્લેટ છે જેણે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યોં હતો, આ સાથે તે કોઈપણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની. જે પછી ખિલાડીએ મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ પણ જીત્યો. આઝાદી પછી એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની હતી.

આ પણ વાંચો : મહાકુંભ 2025: મેળામાં અનોખા સંતના દર્શન થયા, માથા પર ઉગાડ્યું છે ઘાસ, કપડું હટાવી રહસ્ય ખોલ્યું

Back to top button