છ અંકથી પાછળ હતી, પછી પલટી નાંખ્યો દાવ… મનીષા ભાનવાલે ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ

Manisha Bhanwala Gold Medal: ભારતીય મહિલા પહેલવાન મનીષા ભાનવાલાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. વિમેન્સ 59 કિલોગ્રામ વર્ગની રોમાંચક ફાઈનલ મુકાબલામાં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ની એબિગેલ નેટેને 8-6 થી પરાજય આપ્યો હતો. ખાસ વાત એ રહી કે મનીષા મુકાબલામાં એક સમયે 0-6 થી પાછળ ચાલી રહી હતી, પરંતુ તેમણે અદ્ભુત વાપસી કરીને બાજી પલટી નાખી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા
આ ઐતિહાસિક જીત સાથે મનીષા ભાનવાલા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે. અગાઉ ભારત માટે પુરુષ વર્ગમાં માત્ર સુશીલ કુમારે આ સિદ્ધિ મેળવી હતી, જેમણે વર્ષ 2010 માં 66 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
Manisha Becomes India’s First Women’s World Champion
https://t.co/zfwDKWa4ru
— United World Wrestling (@wrestling) October 30, 2026
ફાઇનલ મેચમાં અમેરિકન પહેલવાન એબિગેલ નેટેએ શરૂઆતી પકડ બનાવીને મનીષા પર દબાણ વધાર્યું હતું, પરંતુ 0-6 ના સ્કોર બાદ પણ મનીષાએ હિંમત ન હારી અને શાનદાર અંદાજમાં સતત પોઈન્ટ મેળવીને મેચ જીતી લીધી. સેમિફાઇનલમાં મનીષાએ કઝાકિસ્તાનની અલ્ટિન શાગાયેવાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અન્ય ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન
આ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા પહેલવાને સામૂહિક રીતે પણ શાનદાર દેખાવ કર્યો છે. ઇતિહાસમાં પહેલીવાર એક જ સંસ્કરણમાં ભારતની ત્રણ મહિલા પહેલવાને ગોલ્ડ મેડલના મુકાબલા સુધી પહોંચ મેળવી હતી:
-
નીલમ સિરોહી (50 કિગ્રા) અને કાજલ ધોચક (76 કિગ્રા) ને ફાઇનલમાં હારનો સામનો કરવો પડતા સિલ્વર મેડલ મળ્યો હતો.
-
જ્યારે તનુ શર્માએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.












