ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનમાં યુવકની કરાઈ હત્યાઃ સીટને લઈને થયો હતો વિવાદ

ઉત્તર પ્રદેશ, 21 જૂન, 2025: Man Killed in Running Train: ઉત્તર પ્રદેશની બાગપત ટ્રેનના ડબ્બામાં સીટને લઈને વિવાદ થયો હતો જે હિંસામાં બદલાઈ ગયો અને ટ્રેનમાં જ એક શખસની હત્યા કરી દેવામાં આવી. મળતી માહિતી મુજબ, સીટના વિવાદને લઈને અમુક યુવકોએ ચાલુ ટ્રેનમાં દીપક યાદવ નામના વ્યક્તિને નિર્દયતાથી માર માર્યો, જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. સૂચના મળતા જ પરિજનો તાત્કાલિક ધોરણે સ્ટેશન પહોંચ્યા હતા, પંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું અને પરિજનોને દીપકનો મૃતદેહ જ મળ્યો.
સીટને લઈને થયો હતો વિવાદ
મળતી માહિતી મુજબ, દીપક બાગપતના ખેકડા શહેરનો રહેવાસી હતોઅને દરરોજ દિલ્હી-ભગીરથ પેલેસથી નોકરી કરી દિલ્હી-શામલી પેસેન્જર ટ્રેનમાં પરત ફરતો હતો. પરિજનોનો આરોપ છે કે, આ હત્યની પાછળ રાહુલ બાબા નામના યુવક અને તેના મિત્રો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સીટને લઈને વિવાદ થયો હતો અને બાદમાં વિવાદ એટલો વધી ગયો કે, દીપકને ટ્રેનમાં ઘેરી લીધો અને તેને ખૂબ માર મારવામાં આવ્યો.
ये दिल दहला देने वाली घटना है,
उत्तर प्रदेश के बागपत में एक पैसेंजर ट्रेन में सीट को लेकर बहस में एक युवक की पीट पीट कर हत्या कर दी गई ! pic.twitter.com/Ob5b9222T7
— Dr Monika Singh (@Dr_MonikaSingh_) June 21, 2025
પરિજનોનો આરોપ
ગંભીર હાલતમાં દીપકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ, તેને બચાવી ન શકાયો અને તેનું મૃત્યુ થઈ ગયું. પરિજનો અસાર થોડા દિવસ પહેલાં જ દીપકના મિત્રોએ રાહુલ બાબા અને તેના મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. જેની અદાવત રાખીને સીટ વિવાદની આડમાં દીપકની હત્યા કરવામાં આવી.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ બાગપત પોલીસે કેસ જીઆરપીને સોંપ્યો છે. પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જલ્દી જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આપણ વાંચોઃ કરિશ્મા કપૂર અમિતાભ બચ્ચનની વહુ કેમ ન બની શકી?, જાણો બિગ બીએ આ વિશે શું કહ્યું











