ટ્રેન્ડિંગનેશનલમીડિયા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આયોગની મોટી કાર્યવાહી, ચૂંટણી ડ્યુટીમાં બેદરકારી પર 7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

કોલકાતા,  16 ફેબ્રુઆરી 2026  : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આયોગે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી ડ્યુટીમાં બેદરકારી કરવા પર આયોગે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણી આયોગે મુખ્ય સચિવને તમામ 7 અધિકારીઓ વિરુદ્ધ વિલંબ વિના કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ આયોગે કાર્યવાહીની માહિતી આપવાનું પણ કહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેને લઈને ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વોટર લિસ્ટ રિવિઝન સાથે જ આયોગે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પગલાં ભરવા શરૂ કરી દીધા છે. આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ડ્યુટીમાં બેદરકારી કરવા પર 7 અધિકારીઓ પર ગાજ વરસી છે.

આયોગે આ 7 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

  • AER O ડો. સેફૌર રહમાન, સહાયક નિર્દેશક, કૃષિ વિભાગ, 56-સમસેરગંજ વિધાનસભા ક્ષેત્ર, જિલ્લા મુર્શિદાબાદ.
  • નીતીશ દાસ, રેવન્યુ ઓફિસર, ફરક્કા અને AER O, 55-ફરક્કા વિધાનસભા ક્ષેત્ર.
  • AER O, દલિયા રે ચૌધરી, મહિલા વિકાસ કાર્યાલય, મયનાગુડી વિકાસ બ્લોક અને AIR O, 16-મયનાગુડી.
  • એસકે મુર્શિદ આલમ, ADA, સુતી બ્લોક અને 57-સુતી વિધાનસભા ક્ષેત્ર માટે AIR O.
  • સત્યજીત દાસ, સંયુક્ત BDO, 139-કેનિંગ પુરબો.
  • જોયદીપ કુંડુ, FEO, 139-કેનિંગ પુરબો.
  • દેબાશીષ વિશ્વાસ, સંયુક્ત BDO અને AER O, 229-ડેબરા.

આ પણ વાંચો : અમદાવાદ-વડોદરાની 8 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની ધમકી આપી

Back to top button