નિધનના 8 મિનિટ પહેલા અજિત પવારે ફોન પર કરી હતી આ વાત, ઓડિયો ક્લિપ સામે આવી

મુંબઈ, 04 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રના દિવંગત ડેપ્યુટી સીએમ અજિત પવારની મોબાઈલ પર અંતિમ મિનિટ પર થયેલી વાતચીતનો ઓડિયા ક્લિપ સામે આવી છે. દાદાએ પોતાની છેલ્લી વાતચીતમાં પોતાના કાર્યકર્તા અને નજીકના કઠેવાડી ગામમાં પ્લેનની અંદરથી વાત કરી હતી. આજે શ્રીજીત પવારે બારામતીમાં પીસીમાં ઓડિયો ક્લિપ જાહેર કરી છે. અજિત પવારે અંતિમ સમય સુધઈ તમામ જાતિઓ અને સોશિયલ ગ્રુપને સાથે લઈને ચાલવાની પોતાની ભૂમિકા બનાવી રાખી.
અજિત પવાર: બાબા , મેં માળી સમાજના એક માણસને કેટલાય વર્ષ સુધી ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન બનાવ્યા. તમને કંઈ ખબર નથી, અમે બધી જાતિઓ અને ધર્મોને સાથે લઈને આગળ વધીએ છીએ બેટા.
શ્રીજીત- મને જે લાગ્યું તે મેં આપની સામે ખુલીને કહ્યું દાદા.
અજિત પવાર- આ ઠીક છે, પણ મેં સુપે ગ્રુપથી માળી સમાજને જિલ્લા પરિષદની ઉમેદવાર આપી છે. ઓબીસી અનામત હતું અને મેં ટિકિટ આપી. બીજા કોઈએ આવું નથી કર્યું. બીજી પાર્ટીએ કોઈ બીજાને ટિકિટ આપી.
શ્રીજીત- દાદા, જે નિર્ણય આપને ફાઈનલ લાગે, તે લેજો
અજિત પવાર દુર્ઘટનાના દિવસે બારામતી નગર પરિષદના ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. તેની તૈયારીને લઈને ભત્રીજા શ્રીજીતે દુર્ઘટનાની ઠીક પહેલા ફોન પર વાત કરી હતી. વાતચીતનો સમય સવારે 8.37 કલાકનો જ્યારે પ્લેન ક્રેશનો સમય 8.45 હતો. એટલે કે દુર્ઘટનાની 8 મિનિટ પહેલા આ વાત થઈ હતી.
આ પણ વાંચો: VIDEO: મહિલાએ રાતના સમયે સ્મશાનમાં ઓનલાઈન ફુડ મગાવ્યું, ડિલીવરી બોય પહોંચતા ગભરાઈ ગયો












