મહારાષ્ટ્ર: અજિત પવારના અંતિમ સંસ્કારમાં ચોરોએ ફાયદો ઉઠાવ્યો, 30 લાખના દાગીના ચોરી લીધા

બારામતી, 02 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રના બારામતીમાં જ્યારે લાખો લોકો પોતાના પ્રિય નેતા અજિત દાદાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. આ દરમ્યાન આ દુખદ ઘટનાનો ફાયદો ઉઠાવી ચોરોએ મોટી ઘટનાને અંજામ આપી દીધો, અંતિમ સંસ્કાર દરમ્યાન સોનાની ચેન ચોરી થવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે.
28 જાન્યુઆરીના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુખધ નિધન થયું હતું. તેમના બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ દર્શન માટે મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો બારામતી આવ્યા હતા અને આખા શહેરમાં શોકનો માહોલ હતો.
15 લોકોની ચેન ચોરાઈ ગઈ
આ ભારે ભીડનો ફાયદો ઉઠાવતા એક ચોર ટોળકીએ લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. જાણકારી અનુસાર, લગભગ 15 લોકોના ગળામાંથી સોનાની ચેન ચોરી થઈ ગઈ હતી. ચોરી થયેલા ઘરેણાની કિંમત લગભગ 25થી 30 લાખ રુપિયા આકવામાં આવી રહી છે.
આ દરમ્યાન અમુક શંકાસ્પદ ચોરોએ નાગરિકોને રંગે હાથે પકડી લીધા હતા. જ્યારે અમુક આરોપીઓને પોલીસના હવાલે કરી દીધા છે.
8000 પોલીસકર્મી તૈનાત કર્યા
ખાસ વાત એ છે કે તે દિવસે બારામતીમાં લગભગ 8000 પોલીસકર્મી તૈનાત હતા. તેમ છતાં આટલી મોટી ચોરીની ઘટના થવાથી પોલીસ વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
પીડિત નાગરિકોની ફરિયાદ પર બારામતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મોહમ્મદ યુનૂસ, રાજકુમાર આઠવલે, એઝાઝ મિરાવલે, મોહમ્મદ સિરાજ, બાલૂ બોત્રે સહિત બે અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: બિહારના આ જિલ્લામાં એક સાથે 5 બાળકીઓએ ઝેર પી લીધું, 4ના મોત થયા












