IPLટ્રેન્ડિંગવર્લ્ડ

આ ભાઇનો ભરોસો તો જુઓ: કેનેડિયન રેપર ડ્રેકે RCB પર લગાવ્યો કરોડોનો દાવ

નવી દિલ્હી, 3 જૂન, 2025: કેનેડિયન રેપર ડ્રેકે IPL 2025 ની ફાઇનલ પર મોટો દાવ લગાવ્યો છે. ડ્રેકે 2 જૂન, સોમવારના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દાવનો ફોટો પણ શેર કર્યો છે કેનેડિયન રેપર ડ્રેકે આઈપીએલની ફાઈનલમાં બેંગ્લોરની જીત પર 6 કરોડની બોલી લગાવી છે કારણ કે તેને પાક્કો ભરોસો છે કે જીત તો બેંગ્લોરની જ થવાની છે. ડ્રેકે તેની પોસ્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ (RCB vs PBKS) વચ્ચે કઈ ટીમ IPL ની ફાઇનલ મેચ જીતી શકે છે તેની આગાહી પણ કરી હતી.

 કેનેડિયન રેપરે IPL પર મોટો દાવ લગાવ્યો છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની ફાઇનલને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. આ મેચને લઈને માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશી સેલિબ્રિટીઓ પણ ખૂબ જ ઉત્સાહિત છે. ડ્રેકે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા IPL ટ્રોફી ઉપાડવાની વાત કરી છે. ડ્રેકે તેની પોસ્ટને ‘Ee sala cup namde’ કેપ્શન આપ્યું છે, જે બેંગ્લોરની ટેગ લાઇન છે. ડ્રેકે ક્રિપ્ટો બેટિંગ પ્લેટફોર્મ સ્ટેક પર વિજેતાના નામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર $7.50 લાખનો દાવ લગાવ્યો છે.

આજે IPL ફાઇનલ રમાશે

આજે 3 જૂને સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આજની મેચમાં જે પણ ટીમ વિજેતા બનશે તે પોતાનો પહેલો IPL ખિતાબ જીતશે. આ IPL ની 18મી સીઝન છે અને પંજાબ-બેંગલુરુ ટીમો લાંબા સમયથી આ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો,,,,અમદાવાદ: SP રિંગરોડ પરની જીનીવા લિબરલ શાળાને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી મળતા તપાસનો ધમધમાટ શરૂ

Back to top button