અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદ: SP રિંગરોડ પરની જીનીવા લિબરલ શાળાને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી મળતા તપાસનો ધમધમાટ શરૂ

3 જૂન 2025 અમદાવાદ: શહેરમાં IPL ફાઇનલ મેચ શરૂ થવાની થોડી ક્ષણો પહેલા જ SP રીંગરોડ પાસે આવેલી જીનીવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સૌપ્રથમ પોલીસ અને DEO કચેરીને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે મામલાની ગંભીરતાને જોઈ તાત્કાલિક તપાસનો ધમધમાટ માટે શરૂ કર્યો છે.

ધમકીનો મુખ્ય હેતુ રેપ કેસમાં પોલીસનું ધ્યાન ખેંચવાનો
મળતી વિગત મુજબ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું છે કે શાળાને જે ઈમેલ કરવામાં આવ્યો છે એમાં દુષ્કર્મ અને દહેજના એક કેસને લઈને વાત કરવામાં આવી છે. આ રેપકેસમાં પોલીસનું ધ્યાન ખેંચવા માટે શાળામાં આ પ્રયોગ કરાયો છે. ખાસ કરીને મેલમાં આક્ષેપ કરાયો છે કે વર્ષ 2023માં હૈદરાબાદની એક હોટલમાં યુવતી પર થયેલા રેપના કેસમાં પોલીસનું ધ્યાન ખેંચાય એ માટે શાળામાં બ્લાસ્ટ કરીશું. રેપમાં દિવિજ નામનો ઉલ્લેખ કરાયો છે દિવ્યજના માતા-પિતા દ્વારા પુત્રવધુ પાસે એક કરોડના દહેજની માંગણી કરી હોવાનું આક્ષેપ કરાયો છે. સાથે સવાલ ઉઠાવાયો છે કે ડિવિઝના માતા-પિતા સામે દહેજના કેસમાં કોઈ કાર્યવાહી કેમ થઈ રહી નથી? આ સમગ્ર મામલાની વાત કરીએ તો આ મેલનો મુખ્ય હેતુ પોલીસ આ કેસમાં ઊંઘતી રહી હોવાનો અને યોગ્ય તપાસ ન થઈ રહી હોવાના આક્ષેપનો છે.

પોલીસે સ્કૂલમાં તપાસ કરતા કશું મળવા પામ્યું નથી
જોન સેવન ડીસીપી શિવમ વર્માએ પણ નિવેદન આપતા જણાવ્યું કે આ ઈમેલ કરનાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સ્કૂલ ઉડાવવાની ધમકી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ શહેર ડીઇઓ રોહિત ચૌધરીએ સ્કૂલે ધમકી મળતાની સાથે જે સૌપ્રથમ તેમણે DEO કચેરીને જાણ કરી છે. જે બાદ પોલીસ દ્વારા યોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે પોલીસે સ્કૂલમાં આવીને બોમ્બ સ્ક્વોડ સાથે પણ કરી છે જોકે હાલ કશું મળ્યું નથી તેથી રાહત અનુભવાઈ છે.

Back to top button