ગુજરાત

વલસાડ અને પારડી તાલુકામાં ‘‘હેરાફેરી’’ અને ‘‘થ્રી ઈડિયટ્સ’’ ફિલ્મ આધારિત શેરી નાટક દ્વારા સ્વચ્છતાના પાઠ ભણાવાયા

વલસાડ, તા. 19 ઓગસ્ટ, 2025:  વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામજનો કચરાના વ્યવસ્થાપન અંગે ઊંડી સમજ પ્રાપ્ત કરે અને કચરાનું વ્યવસ્થાપન ઘરેથી જ કરે એવા આશય સાથે અતુલ ફાઉન્ડેશન અને એસબીઆઈ ફાઉન્ડેશના સહયોગથી વેસ્ટ મેનેજમેન્ટ અને સોર્સ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ માટે શેરી નાટકના કાર્યક્રમોનું આયોજન ગામે ગામ કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત તા. ૧૮ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન વલસાડ જિલ્લાના આશરે ૬૦ ગામોમાં આ કાર્યક્રમો કરવામાં આવશે.

તા. ૧૯ ઓગસ્ટના રોજ વલસાડ તાલુકાના મગોદડુંગરી, લીલાપોર, મુળી અને પારડી તાલુકાના કિકરલા, અને ઉદવાડા ગામમાં કચરાના વ્યવસ્થાપન અંગે શેરી નાટકના કાર્યક્રમો જનજાગૃતિ અર્થે યોજાયા હતા. આ શેરી નાટકમાં ‘‘હેરાફેરી’’ ફિલ્મના યાદગાર પાત્ર બાબુરાવ, રાજુ અને શ્યામના કેરેકટર દ્વારા હાસ્ય સાથે સ્વચ્છતા અંગેનો સંદેશ ગ્રામજનોને સમજાવવામાં આવી રહ્યો છે.

ઉપરાંત થ્રી ઈડિયટ્સના ‘‘ઓલ ઈઝ વેલ…’’ સોંગ સાથે પણ સ્વચ્છતાના પાઠ ગામે ગામ ભણાવાય રહ્યા છે. વિવિધ ગામોમાં બાળકો સાથે મળીને સ્વચ્છતા જાગૃતિ અંગે રેલી પણ કાઢવામાં આવી હતી. આમ, મનોરંજન સાથે ગ્રામજનોને સ્વચ્છતા અને પોતાના શરીરની તંદુરસ્તી રાખવા અંગેનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ કેશવ મહારાજની ઘાતક બોલિંગ: 26 બોલમાં જ ઓસ્ટ્રેલિયાના 5 ખેલાડીને મોકલ્યા પેવેલિયન, બનાવ્યો આ ખાસે રેકોર્ડ

Back to top button