સ્પોર્ટ્સ

કેશવ મહારાજની ઘાતક બોલિંગ: 26 બોલમાં જ ઓસ્ટ્રેલિયાના 5 ખેલાડીને પેવેલિયન મોકલી બનાવ્યો આ ખાસ રેકોર્ડ

સિડની, તા. 19 ઓગસ્ટ, 2025ઃ  સાઉથ આફ્રિકાના સ્ટાર સ્પિનર કેશવ મહારાજે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પાંચ વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટકી શક્યા નહોતા. તેણે માત્ર 26 બોલમાં જ 5 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.  તેણે માર્નસ લાબુશેન (1 રન, LBW) અને કેમરુન ગ્રીન (3 રન, બોલ્ડ)ને આઉટ કરીને શરૂઆત કરી હતી.

કેશવ મહારાજે ઇનિંગ્સની 13મી ઓવરમાં સતત બે બોલ પર બે વિકેટ લીધી હતી. તેણે પહેલા જોશ ઇંગ્લિસ (5 રન) અને પછી ખાતું ખોલ્યા વિના એલેક્સ કેરીને આઉટ કર્યો હતો. અંતે, તેણે આરોન હાર્ડીને બોલ્ડ કરીને પોતાની વનડે કારકિર્દીનો પ્રથમ પાંચ વિકેટ હોલ પૂરો કર્યો હતો. આ પહેલા, મહારાજે વનડે ક્રિકેટમાં ક્યારેય પાંચ વિકેટ લીધી નહોતી.


સાઉથ આફ્રિકાનો સ્કોર:

સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 296 રન બનાવ્યા હતા. ટીમ તરફથી એડન માર્કરમે સૌથી વધુ 82 રન (9 ચોગ્ગા) બનાવ્યા, જ્યારે કેપ્ટન ટેમ્બા બાવુમાએ 65 અને મેથ્યુ બ્રીટ્ઝકેએ 57 રનનું યોગદાન આપ્યું. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 57 રન આપીને 4 વિકેટ લીધી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેશવ મહારાજે 33 રનમાં 5 વિકેટ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મહિલા વર્લ્ડ કપ માટે પણ ભારતીય ટીમની થઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન

Back to top button