કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

કચ્છના રણ મહોત્સવમાં રોકાણ થશે મોંઘું: એક દિવસના ટેન્ટનું ભાડું સાંભળી આંખો જઈ જશે પહોળી

ભુજ, તા.16 ઓક્ટોબર, 2025: સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશના પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ ધરાવતા કચ્છના રણ મહોત્સવનો આગામી 23 ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગના વડપણ હેઠળ યોજાતા આ મહોત્સવમાં આ વર્ષે પ્રવાસીઓને ટેન્ટમાં રહેવાના ભાવ મહા મોંઘા લાગી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ અને કચ્છ પ્રેમીઓમાં સરકારી નીતિની ટીકા થઈ રહી છે.

જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ કહીને કચ્છને વૈશ્વિક ઓળખ અપાવી છે, પરંતુ આ વર્ષે રણ મહોત્સવનો પ્રવાસ સામાન્ય સહેલાણીઓ માટે મોંઘોદાટ બની રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણ મહોત્સવ માટેના ટેન્ટ સિટીના ભાડામાં જંગી વધારો કરવામાં આવ્યો છે. એક દિવસથી માંડીને ત્રણ દિવસ સુધીના વિવિધ પેકેજ ઉપલબ્ધ છે.

જેમાં એક દિવસથી માંડી ત્રણ દિવસના ભાડાના પેકેજ આપવામાં આવ્યા છે. જેમાં સુપર પ્રિમિયમ ટેન્ટનું એક જ દિવસનું ભાડું રૂા 9900, બે દિવસનાં 19 હજાર અને ત્રણદિવસનું ભાડુ રૂા.27500 પ્રતિ વ્યકિત રાખવામાં આવ્યું છે. પ્રિમિયમ ટેન્ટના એક દિવસના રૂા.8900 જ્યારે એસી કોટેજના પ્રતિ દિન રૂા.7900 અને નોન એસીના રૂા.5400 ભાડુ રહેશે. પૂનમના દિવસે રણનો નજારો માણવાની મજા કંઇક અલગ હોય છે. તેથી આ દિવસ માટે દરબારી સ્યુટના એક દિવસના રૂા.70 હજાર બે દિવસના રૂા.1 લાખ 49 હજાર અને ત્રણ દિવસના રૂ.2 લાખ 10 હજાર (જ્યારે ચાર જણા માટે) રજવાડી સ્યુટના એક દિવસના રૂા.35 હજાર નક્કી કરવામાં આવ્યા છે.

Back to top button