ગૂગલ ઇન્ડિયાને મોટો ઝટકો, ફેમા ઉલ્લંઘન બદલ દંડની 50 ટકા રકમ જમા કરાવવા આદેશ

નવી દિલ્હી, 16 એપ્રિલ, 2025: કર્ણાટક હાઇકોર્ટે ગૂગલ ઇન્ડિયા karnataka hc directs google india અને તેના અધિકારીઓને મોટો ઝટકો આપ્યો છે. fema penalties અદાલતે કંપની અને તેના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને વિરુદ્ધ ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના કથિત ઉલ્લંઘન સામે લગાવવામાં આવેલા દંડમાંથી 50 ટકા રકમ બેન્ક ગેરંટી તરીકે જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
આનાથી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગૂગલ પર 5 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો હતો, સાથે જ ત્રણેય અધિકારીઓ પર સંયુક્ત રીતે 45 લાક રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસ ફેમાએક કલમના કથિત ઉલ્લંઘન સાથે સંકળાયેલ છે અને તેમાં આશરે રૂ. 364 કરોડની લેવડદેવડનો સમાવેશ થાય છે.
ઇડીના અનુસાર, ગૂગલ ઇન્ડિયા દ્વારા ગૂગલ આયર્લેન્ડને ડિસ્ટ્રિબ્યુટર ફી તરીકે કરવામાં આવેલી ચૂકવણીમાં અને ગૂગલ યુએસ પાસેથી સાધનોના સંપાદનમાં અનિયમિતતા જોવા મળી છે.
એજન્સીએ દલીલ કરી હતી કે મે 2014સુધી ગૂગલ આયર્લેન્ડના રૂ. 363 કરોડની ચૂકવણી ચાર વર્ષથી વધુ સમય માટે કરવામાં આવી ન હતી, જ્યારે ગૂગલ યુએસ પાસેથી મળેલા રૂ. 1 કરોડના સાધનો જાન્યુઆરી 2014 સુધી સાત વર્ષથી ચૂકવવામાં આવ્યા ન હતા.ઇડીએ આને કોમર્શિયલ લોન તરીકે ગણાવી છે, જેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)ની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. જો કે, ગૂગલ ઈન્ડિયાએ આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે આ વ્યવહારો વિદેશી ચલણની લોન નથી.
કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમાં કોઈ લોન કરાર, વિલંબિત ચુકવણી અથવા વ્યાજ સામેલ નથી, અને 1 જુલાઈ, 2014 ના રોજ જારી કરાયેલ આરબીઆઈના પરિપત્રનું પાલન કરવાનો દાવો કર્યો હતો.
અગાઉ, 11 જાન્યુઆરી, 2019ના રોજ, દિલ્હીમાં ફેમાનીની એપેલેટ ટ્રિબ્યુનલે દંડ પર એમ કહીને રોક લગાવી દીધી હતી કે ગૂગલ ઇન્ડિયાની અપીલ યોગ્ય હતી. આ પછી, ઇડીએ મનાઇહુકમને પડકારતી બીજી અપીલ દાખલ કરી હતી.
જસ્ટિસ વી કામેશ્વર રાવ અને એસ રાચૈયાની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલનો મનાઇહુકમ માત્ર પ્રારંભિક અભિપ્રાય પર આધારિત છે. તેણે હવે ગુગલ ઈન્ડિયા અને સંબંધિત અધિકારીઓને બે સપ્તાહમાં કુલ દંડની અડધી રકમ માટે બેંક ગેરંટી આપવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ અમેરિકા સાથે વ્યાપાર ઉદારીકરણ તરફ આગળ વધતું ભારત












