ટ્રેન્ડિંગમનોરંજન

‘મર્યાદામાં રહીને વાત કરો’, સમય રૈનાની કઈ ટિપ્પણી પર કૈલાશ ખેર થયા નારાજ?

Kailash Kher Angry on Samay Raina:  સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના (Samay Raina) પોતાના જોક્સને કારણે અવારનવાર લોકોની ભવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે બિહારીઓ અને કાશ્મીરી પંડિતોને લઈને એક કટાક્ષ કર્યો હતો, જેના પર ભારે વિવાદ ઊભો થયો છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી કોમેડિયન સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે આ સમગ્ર વિવાદ પર સુપ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેરે (Kailash Kher) પોતાની પ્રતિક્રિયા આપી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કૈલાશ ખેરે શું કહ્યું?

સમાચાર એજન્સી ANI સાથેની ખાસ વાતચીતમાં કૈલાશ ખેરે સમય રૈનાના નિવેદન પર પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું કે કોમેડિયને સમજદારી અને સંયમ રાખવાની જરૂર છે.

કૈલાશ ખેરે જણાવ્યું, “જો હું સંગીતની વાત કરું તો સંગીત માત્ર સૂર અને ધૂન નથી, તે આપણને હસાવવાની સાથે શિસ્ત પણ શીખવે છે. તેથી સંગીત સાથે જોડાયેલા રહેવું જોઈએ. જો તમારા સૂર યોગ્ય નહીં હોય, તો બની શકે કે તમે કોઈની મજાક ઉડાવવા લાગો. તેથી માણસે હંમેશા હોશ, સમજદારી અને મર્યાદામાં રહેવું જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાની મર્યાદામાં રહીને વાત કરે, તો દરેકને ખબર છે કે કેવી રીતે જીવવું, કેવી રીતે હસવું-હસાવવું અને કેવી રીતે લોકોનું દિલ જીતવું.”

આ પણ વાંચોઃ મોઢું મીઠું કરવું થયું મોંઘુ! ખાંડ-ગોળ બાદ હવે મીઠાઈના ભાવમાં થયો વધારો

તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ હંમેશા વિનમ્ર રહ્યા છે. લોકપ્રિયતાની સાથે ટીકા, ઇર્ષ્યા અને દુશ્મનીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે તમારા આલોચકો, નફરત કરનારા અને ઇર્ષ્યા કરનારા લોકો ઊભા થાય, ત્યારે જ તમને અહેસાસ થાય છે કે તમે જીવનમાં કેટલા આગળ વધ્યા છો.

શું હતો સમગ્ર વિવાદ?

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ (India’s Got Latent 2) ના તાજેતરના એક એપિસોડમાં, જેમાં અર્ચના પૂરન સિંહ અને ઓરી મહેમાન તરીકે આવ્યા હતા, તેમાં સમય રૈનાએ કોમેડિયન શેરોન વર્માના બિહારી હોવા પર કટાક્ષ કર્યો હતો અને બિહારીઓના સ્થળાંતર (Migration) ની મજાક ઉડાવી હતી.

તેના જવાબમાં શેરોને પણ સમયના કાશ્મીરી પંડિત હોવા પર જોક કર્યો હતો. શેરોને કાશ્મીરી પંડિતોના પલાયન પર કટાક્ષ કરતા સમયને કહ્યું કે તેણે પોતાની મરજીથી ઘર છોડ્યું છે. બંને વચ્ચેની આ જુગલબંધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને બાદમાં મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ હતી.

Back to top button