77 લાખ પગાર, ટીમને નંબર-1 બનાવનાર બેટ્સમેન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર
Jemimah Rodrigues: ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હંડ્રેડ’ લીગની મહિલા ઇવેન્ટમાં કેટલીક ભારતીય ખેલાડીઓ પણ ભાગ લઈ રહી છે. જેમાંની એક જેમિમા રોડ્રિગ્સે પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે ટૂર્નામેન્ટમાં તેની સફર પૂરી થઈ ગઈ છે.

ટૂર્નામેન્ટમાં સાઉધેમ્પટનની ફ્રેન્ચાઇઝી ‘સધર્ન બ્રેવ’ માટે રમી રહેલી જેમિમા રોડ્રિગ્સ અડધી ટૂર્નામેન્ટ રમીને જ બહાર થઈ ગઈ છે. જેમિમાને હેમસ્ટ્રિંગમાં (પગના સ્નાયુમાં) ઈજા થઈ છે, જેના કારણે તે હવે ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં.

જેમિમા રોડ્રિગ્સને સધર્ન બ્રેવે 60 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 77 લાખ રૂપિયામાં સાઈન કરી હતી. જેમિમાએ સધર્ન બ્રેવ માટે કુલ 6 મેચ રમી અને આ દરમિયાન તેણે લગભગ 36ની એવરેજથી 143 રન બનાવ્યા છે.

જેમિમાએ કોઈ મોટી ઈનિંગ નથી રમી, પરંતુ સતત દરેક મેચમાં તેના બેટમાંથી ઉપયોગી રન નીકળ્યા છે, જેના દમ પર સધર્ન બ્રેવ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. જેમિમાના સ્થાને ટીમમાં ચાર્લી નોટને સાઈન કરવામાં આવી છે.

જેમિમાની ઈજા માત્ર સધર્ન બ્રેવ માટે જ નહીં, પરંતુ ભારતીય મહિલા ટીમ માટે પણ એક આંચકો છે, કારણ કે ઓગસ્ટના અંતમાં જ ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપમાં પણ ભાગ લેવાનો છે. એવામાં શું જેમિમા સમયસર ફિટ થઈ શકશે કે નહીં, તે એક મોટો સવાલ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો:રાજકોટમાં એનાલોગ પનીર સામે તંત્રની કાર્યવાહી, 8 પેઢીઓના લાયસન્સ સસ્પેન્ડ
આ પણ વાંચો:મહિલા સાથે દોસ્તી અને મોકલી દીધા ડિફેન્સ સિક્રેટ્સ… હનીટ્રેપમાં ફસાયા એરફોર્સના વિંગ કમાન્ડર












