ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

VIDEO: ‘આ શું કરો છો…’ અજાણ્યા શખસને માર્યો ધક્કો, જાણો જયા બચ્ચન હવે કેમ રોષે ભરાયા?

નવી દિલ્હીઃ 12 ઓગસ્ટ, 2025: Jaya Bachchan Got Angry: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન મંગળવારે ફરી એકવાર જાહેરમાં ગુસ્સે ભરાયા હતા. હકીકતમાં દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક શખસે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી નારાજ જયા બચ્ચને તે વ્યક્તિને ધક્કો માર્યો અને કહ્યું કે, ‘તમે આ શું કરો છો?’

અજાણ્યા શખસને માર્યો ધક્કો

જયા બચ્ચન સાથે તેમના સાથી સાંસદ અને શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ હતા. જયા બચ્ચને તે વ્યક્તિને ધક્કો મારતા જ પ્રિયંકા ચતુર્વેદીએ પાછળ ફરીને જોયું અને પછી ક્લબ તરફ આગળ વધી ગયા.

પહેલાં પણ જાહેરમાં કર્યો હતો ગુસ્સો

આ પહેલી વાર નથી જ્યારે જયા બચ્ચને જાહેરમાં કોઈ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હોય. તાજેતરમાં, સંસદમાં ઓપરેશન સિંદૂર પર એક ખાસ ચર્ચા દરમિયાન, રાજ્ય સભાના સાંસદે શાસક પક્ષના સભ્યોને અટકાવીને કહ્યું હતું કે, ‘કાં તો તમે બોલો અથવા હું બોલું.’

પ્રિયંકા ચતુર્વેદીને લગાવી ફટકાર

આ દરમિયાન પ્રિયંકા ચતુર્વેદી તેમની બાજુમાં બેઠી હતી, જેમને જયા બચ્ચને હળવો ઠપકો આપ્યો હતો. જ્યા બચ્ચન જ્યારે શાસક પક્ષને વચ્ચે ન બોલવા ઠપકો આપ્યો હતો, ત્યારે પ્રિયંકા ચતુર્વેદીએ ઈશારો કર્યો તો જયા બચ્ચને ગુસ્સામાં તેમને કહ્યું કે, ‘પ્રિયંકા, મને કંટ્રોલ ન કરો.’

આ પણ વાંચોઃ ગજાનનોનું આવી રીતે જતન કરે છે આ “પાર્વતીમાતા”: જાણો મહિલા મહાવતની પ્રેરણાદાયક વાત

આ પણ વાંચોઃ ગુજરાતમાં મિનિ વેકેશન પડશે, બહાર ફરવા જવાનો પ્લાન હોય તો આ સમાચાર ખાસ વાંચો

Back to top button