ગુજરાતટ્રેન્ડિંગ

જામનગર: વોર્ડ નં. 3ના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું દુઃખદ અવસાન, નેતા-કાર્યકર્તાઓમાં શોકનો માહોલ

Heart Attack: જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ચાલી રહી છે તેવામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વોર્ડ નંબર ત્રણમાં આમ આદમી પાર્ટીના 38 વર્ષીય યુવાન ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો છે. બપોરે આવેલ હાર્ટ એટેકથી ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મોત થઈ ગયું છે.

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું મતદાન વચ્ચે જ મૃત્યુ નિપજતા આમ આદમી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચૂંટણી પ્રચાર અને તૈયારીઓ વચ્ચે અચાનક આ ઘટના બની છે. આ ઘટના બાદ પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાથી વોર્ડ નં. 3માં ચૂંટણી માહોલ પર અસર પડી શકે છે. ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે આગળની કાર્યવાહી કરશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: “અમારે મતદાન ક્યાં કરવાનું?”, વોટર સ્લીપ ન મળતા કામરેજના 400 મતદારો મતદાનથી વંચિત

Back to top button