પરીક્ષા શરૂ થઈ ગઈ… પણ વિદ્યાર્થીઓને પેપર જ ન મળ્યું! પેપરલીકની અફવાઓ વચ્ચે તોડફોડ

National News: રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે યોજાયેલી RPMC પરીક્ષા દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે પરીક્ષા કેન્દ્રમાં કેટલાક ઉમેદવારોને પ્રશ્નપત્ર સમયસર આપવામાં આવ્યું, જ્યારે બીજા અને ત્રીજા માળે બેઠેલા વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી પ્રશ્નપત્ર મળ્યું જ નહીં. આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રમાં ભારે ગડબડ સર્જી હતી.
નીચેના માળે પરીક્ષા શરૂ, ઉપરના માળે રાહ જોતા રહ્યા વિદ્યાર્થીઓ
માહિતી અનુસાર પ્રભા દેવી મેમોરિયલ પરીક્ષા કેન્દ્ર ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠેલા ઉમેદવારોને સમયસર પ્રશ્નપત્ર મળી ગયું અને તેમણે પરીક્ષા શરૂ કરી દીધી હતી. જોકે બીજા અને ત્રીજા માળે બેઠેલા ઘણા વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમને લાંબા સમય સુધી પ્રશ્નપત્ર આપવામાં આવ્યું નહોતું.આ વિલંબને લઈને કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પેપર લીકની શંકા પણ વ્યક્ત કરી હતી. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
🚨 Breaking: RPMC exam paper leaked in Jaipur, students created ruckus on the examination premises. Another day another paper leak.😭 pic.twitter.com/b8zfQyZOpk
— Dhruvaa (@ripper_dhruvaa) June 30, 2026
વિદ્યાર્થીઓનો વિરોધ, પરીક્ષા કેન્દ્રમાં તોડફોડ
પ્રશ્નપત્ર વિતરણમાં થયેલી ગડબડથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિરોધ દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં હોબાળો થયો અને કેટલાક વિદ્યાર્થીઓએ તોડફોડ પણ કરી હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પરીક્ષાના પ્રશ્નપત્રો વેરવિખેર પડેલા જોવા મળે છે. પ્લાસ્ટિકની ખુરશીઓ ઊંધી પડેલી દેખાય છે, જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેલેરી, સીડીઓ અને બાલ્કનીમાં ભેગા થઈ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળે છે.
Paper distributed to 4th floor after hours of distribution at the ground floor, students were forced to take exams under tents.
Hundreds of irregularities in RPMC paper caused chaos at Prabha Devi Memorial exam centre. https://t.co/QJlbESObpm pic.twitter.com/Wdrn6ZmLFg
— POL (@CptoneP) June 30, 2026
તંબુમાં પરીક્ષા લેવાઈ હોવાના પણ આરોપ
કેટલાક વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે પરીક્ષાની વ્યવસ્થા યોગ્ય નહોતી અને કેટલાક ઉમેદવારોને તંબુ નીચે બેસાડી પરીક્ષા લેવાઈ હતી. વિદ્યાર્થીઓએ સમગ્ર પ્રક્રિયામાં અનેક અનિયમિતતાઓ થઈ હોવાનો દાવો કર્યો છે.
પેપર લીકની અટકળો વચ્ચે સત્તાવાર સ્પષ્ટતા બાકી
ઘટના બાદ સોશિયલ મીડિયા પર પેપર લીકની ચર્ચાઓ જોર પકડી રહી છે. જોકે અત્યાર સુધી સંબંધિત સત્તાવાળાઓ તરફથી પેપર લીક થયો હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં પ્રશ્નપત્ર વિતરણમાં વિલંબ અને પરીક્ષા કેન્દ્રમાં થયેલા હોબાળાની તપાસ થઈ રહી છે.












