ટ્રેન્ડિંગવર્લ્ડ

ટ્રમ્પ પર ઈરાનનો કટાક્ષ, કહ્યું- ‘યુદ્ધ અને પ્રતિબંધો અમારા માટે નવા નથી’

Iran US Tensions : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાની પ્રજાની હિંમત અને તાકાતના વખાણ કર્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકાને વેનેઝુએલા જેવા પરિણામની અપેક્ષા હતી, પરંતુ ઈરાને આ હુમલા અને દબાણનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. બીજી તરફ, ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે યુદ્ધ અને પ્રતિબંધો ઈરાન માટે “કોઈ નવી વાત નથી”, અને દેશે છેલ્લા બે દાયકાથી આવા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.

રવિવારે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનના ભાષણની વિગતો શેર કરવામાં આવી હતી, જ્યારે તેઓ ‘ગવર્નમેન્ટ વીક’ના પ્રારંભ પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું, “તેઓ (અમેરિકા) ઈરાનને બીજું વેનેઝુએલા બનાવવા માંગતા હતા, પરંતુ તેના બદલે ઈરાન એક એવી તાકાત બનીને ઊભરી આવ્યું જેણે પોતાના વિરોધ, એકતા અને અખંડિતતાથી સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. આપણા લોકોએ અસાધારણ સફળતા હાંસલ કરી છે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઈરાને અમેરિકાને ફરી લલકાર્યું

તેમણે દેશવાસીઓને એકજૂટ રહેવાની હાકલ કરતાં કહ્યું, “દુશ્મનના સંપૂર્ણ આર્થિક યુદ્ધ સામે આપણે સાથે મળીને ઊભા રહેવું પડશે, જે રીતે આપણે અમેરિકા-ઇઝરાયેલ સંઘર્ષ દરમિયાન એકબીજાનો સાથ આપી મદદ કરી હતી.” તેમણે નેતૃત્વ દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ પર ચાલવા અને પરસ્પર એકતા તેમજ સંગઠન જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું, “જો આપણે સૂઝબૂઝ અને સમજદારીથી કામ લઈશું, તો કોઈપણ તાકાત આપણને હાર સ્વીકારવા કે લાચાર બનવા મજબૂર નહીં કરી શકે. પરંતુ આ માટે એકતા, સહાનુભૂતિ અને આપણા નેતૃત્વને અનુસરીને યોગ્ય માર્ગ પર આગળ વધવાની જરૂર છે.” તેમનું આ નિવેદન પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દુશ્મનાવટ વચ્ચે આવ્યું છે.

આ પણ વાંચો :ફેશન કે ફની લુક? કરણ જોહરના આઉટફિટ પર યુઝર્સે ઉડાવી મજાક

ટ્રમ્પના નવા દાવાથી તણાવ વધ્યો

દરમિયાન, રવિવારે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે તણાવ વધુ વકર્યો હતો, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક તસવીર શેર કરી જેમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait)ને “નવો US પ્રદેશ” (NEW US Territory) તરીકે દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ ઈરાને સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યુનાઇટેડ સ્ટેટ્સ પોતાનું વલણ નહીં બદલે, ત્યાં સુધી આ મહત્ત્વનો દરિયાઈ માર્ગ બંધ રહેશે.

ટ્રુથ સોશિયલ પર આ પોસ્ટ ટ્રમ્પ દ્વારા 18 ઓગસ્ટે શેર કરાયેલા સમાન ગ્રાફિક બાદ સામે આવી છે, જેમાં તેમણે આ જળમાર્ગ પર પોતાના અધિકાર ક્ષેત્રનો દાવો કર્યો હતો. આ અગાઉ 14 ઓગસ્ટે લોંગ આઇલેન્ડ ખાતે પોલીસ એકેડેમીની સભાને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, “ખૂબ જ ટૂંક સમયમાં હું હોર્મુઝ સ્ટ્રેટને યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રદેશ જાહેર કરી દઈશ.”

આ પણ વાંચો :મોંઘી ક્રીમને કહો બાય-બાય, કોફીમાં આ વસ્તુઓ ભેળવો અને ચહેરા પર લાવો ગ્લો

Back to top button