RCB સામેની જંગમાં શું રમશે હાર્દિક અને સૂર્યા? મુંબઈ ઈન્ડિયન્સે આપી મોટી અપડેટ

Hardik Pandya Surya Kumar Yadav MI vs RCB update: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ઈજાને લઈને મહત્વની જાણકારી શેર કરી છે. હાર્દિક હાલમાં પીઠના દુખાવા (Back Spasm) માંથી ઉભરી રહ્યો છે, જ્યારે સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે. રવિવારે રાયપુરમાં RCB સામેની મેચ MI માટે ‘કરો અથવા મરો’ સમાન છે કારણ કે ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
હાર્દિક અને સૂર્યાની ફિટનેસ પર સસ્પેન્સ
મુંબઈ ઈન્ડિયન્સે 10 મે, રવિવારે રાયપુરમાં યોજાનારી મેચ પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યા અને વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે નવું અપડેટ આપ્યું છે. શરૂઆતમાં બંને ખેલાડીઓ ટીમ સાથે રાયપુર રવાના થયા નહોતા. મુંબઈ ઈન્ડિયન્સના પ્રવક્તાએ જણાવ્યું કે, મેડિકલ ટીમ સતત હાર્દિકની તપાસ કરી રહી છે અને સૂર્યા આવતીકાલે ટીમ સાથે જોડાઈ જશે. જો હાર્દિક ફિટ નહીં થાય તો સૂર્યા ટીમનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે.
શું મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે?
RCB સામેનો આ મુકાબલો મુંબઈ માટે જીતવો ખૂબ જ જરૂરી છે. ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે અને તેના ખાતામાં માત્ર છ પોઈન્ટ છે. ટીમ પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની થોડી આશા બાકી છે, પરંતુ તે માટે બાકીની ચારેય મેચો જીતવી અનિવાર્ય છે. જો બંને વરિષ્ઠ ખેલાડીઓ ઉપલબ્ધ નહીં હોય, તો ચાહકોમાં રોહિત શર્મા ફરીથી કપ્તાની સંભાળશે તેવી અટકળો પણ તેજ બની છે.
શેરફેન રધરફોર્ડનો આત્મવિશ્વાસ
પ્રેસ કોન્ફરન્સમાં શેરફેન રધરફોર્ડે કહ્યું કે, “એક ખેલાડી તરીકે અમારે એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે અમારા નિયંત્રણમાં છે. અમારે દરેક મેચ જીતવી જ પડશે. પ્લેઓફમાં પહોંચવા માટેનો રસ્તો સાફ છે – આગામી ચારેય મેચો જીતવી. મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે દરેક મેચ ફાઈનલ જેવી છે.”
પ્લેઓફનું સમીકરણ: મુંબઈ માટે બાકીની મેચો ફાઈનલ
મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે માત્ર પોતાની મેચો જીતવી જ નહીં, પરંતુ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. રાયપુરની પીચ પર RCB સામેનો મુકાબલો MI માટે સીઝનનો સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે હાર્દિકની ગેરહાજરીમાં ટીમ કેવી રીતે મેદાનમાં ઉતરે છે.
આ પણ વાંચોઃ ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમનીમાં જલવો વિખેરશે નોરા ફતેહી, કેટી પેરી પણ મચાવશે ધૂમ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












