
નવી દિલ્હી, 4 જૂન, 2025: આખરે IPLની સિઝનનો અંત આવી ગયો છે. ફાઇનલમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે ટાઇટલ મેચ રમાઇ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાની પસંદ કર્યુ હતું. આરસીબીએ વિરાટ કોહલની 43 રન સાથે 20 ઓવરમાં નવ વિકેટના ભોગે 190 રન બનાવ્યા હતા. તેની સામે પંજાબ કિંગ્સ શ્રેયસ ઐયરની ધુંઆધાર બેટિંગના અભાવે સાત વિકેટ ગુમાવીને ફક્ત 184 રન બનાવી શકી હતી. તેન સાથે બેંગલુરુએ IPL ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરિમની ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો.
વિજેતા ટીમ પર નોટોનો વરસાદ
દર વખતની જેમ જ આ વખતે પણ વિજેતા ટીમ પર નોટોનો વરસાદ થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ ચેમ્પિયન રોયલ તેલેન્જર્સ બેંગલુરુને ઇનામ રૂપે 20 કરોડ રૂપિયા આપ્યા હતા. ત્યારે રનર્સઅપ ટીમ પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયાની પુરસ્કાર રકમ મળી હતી. પંજાબના કોચ અને સપોર્ટ સ્ટાફને રનર અપનો શિલ્ડ અને IPL લિમીટેડ એડિશન ઘડિયાળ પણ મળી હતી.
| સ્થિતિ | ટીમ | મળેલી રકમ |
| ચેમ્પિયન | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | 20 કરોડ રૂપિયા |
| રનર અપ | પંજાબ કિંગ્સ | 12.5 કરોડ રૂપિયા |
IPLમાં ખર્ચ થનારી રકમને લઇને લીગ હંમેશા ચર્ચામાં રહી છે. ટીમોને મળનારી ઇનામી રકમ સિવાય અનેક બીજા એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમાં ઓરેંજ કેપ, પર્પલ કેપ, ફેર પ્લે જેવા એવોર્ડ સામેલ છે. ચાલો જાણીએ આવા અનેક એવોર્ડ અને તેમાં મળનારા ઇનામ અને ક્યા ખેલાડીને ક્યો એવોર્ડ મળ્યો તે વિશે જાણીએ.
| એવોર્ડ | ઇનામની રકમ | વિજેતા |
| સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ | એક લાખ રૂપિયા | જીતેશ શર્મા |
| ફેન્ટસી કિંગ ઓફ ધ મેચ | એક લાખ રૂપિયા | શશાંક સિંહ |
| સુપર સિક્સીસ ઓફ ધ મેચ | એક લાખ રૂપિયા | શશાંક સિંહ |
| ઓન ધ ગો 4s ઓફ ધ મેચ | એક લાખ રૂપિયા | પ્રિયાંશ આર્ય |
| ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ મેચ | એક લાખ રૂપિયા | કૃણાલ પંડ્યા |
| પ્લેયર ઓફ ધ મેચ | પાંચ લાખ રૂપિયા | કૃણાલ પંડ્યા |
| ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન | 10 લાખ રૂપિયા | સાંઈ સુદર્શન |
| સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન | ટાટા કર્વ | વૈભવ સૂર્યવંશી |
| ફેન્ટસી કિંગ ઓફ ધ સિઝન | 10 લાખ રૂપિયા | સાંઈ સુદર્શન |
| સુપર સિક્સીસ ઓફ ધ સિઝન | 10 લાખ રૂપિયા | નિકોલસ પૂરન |
| ઓન ધ ગો 4s ઓફ ધ સિઝન | 10 લાખ રૂપિયા | સાંઈ સુદર્શન |
| ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ સિઝન | 10 લાખ રૂપિયા | મોહમ્મદ સિરાજ |
| કેચ ઓફ ધ સિઝન | 10 લાખ રૂપિયા | કામિન્દુ મેન્ડિસ |
| ફેર પ્લે એવોર્ડ | ટ્રોફી | ચેન્નાઈ સુપર કિંગ્સ |
| પર્પલ કેપ | 10 લાખ રૂપિયા | પ્રસિદ્ધ કૃષ્ણ |
| ઓરેન્જ કેપ | 10 લાખ રૂપિયા | સાંઈ સુદર્શન |
| મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન | 15 લાખ રૂપિયા | સૂર્યકુમાર યાદવ |
| પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ | 50 લાખ રૂપિયા | દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોયિસેશન |
IPL ઓરેન્જ કેપ: આ એવોર્ડ તે બેટ્સમેનને આપવામાં આવે છે જે સમગ્ર IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવે છે.
ફેર પ્લે એવોર્ડ: આ એવોર્ડ તે ટીમને આપવામાં આવે છે જે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ શિસ્ત સાથે રમી હોય.
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર: આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જે સમગ્ર IPL સિઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં શ્રેષ્ઠ રહ્યો હોય.
IPL પર્પલ કેપ: આ એવોર્ડનો વિજેતા તે બોલર હોય છે જેણે સમગ્ર IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય.
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન: આ એવોર્ડ સિઝનમાં ઉભરતા સ્ટારને આપવામાં આવે છે. તદુપરાંત વિજેતાને 10 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અમેરિકા સાથેના વેપારમાં ભારત બેવડી નીતિ અપનાવેઃ નીતિ આયોગનું સુચન












