ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અમેરિકા સાથેના વેપારમાં ભારત બેવડી નીતિ અપનાવેઃ નીતિ આયોગનું સુચન

નવી દિલ્હી, 4 જૂન, 2025: અમેરિકા સામે વળતી ટેરિફ લગાવ્યા બાદ ભારતે વેપારમાં બેવડી નીતિ અપનાવવી જોઇએ. આ અંતર્ગત, અમેરિકાથી આયાત થતી બિન-સંવેદનશીલ કૃષિ ચીજવસ્તુઓ પર પસંદગીયુક્ત રીતે ઊંચી જકાત ઘટાડવી જોઈએ અને સ્થાનિક પુરવઠાની અછતને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક રીતે છૂટછાટો આપવી જોઈએ એમ નીતિ આયોગે તેના એક અહેવાલમાં જણાવ્યું છે.

‘નવી યુએસ ટ્રેડ એરેન્જમેન્ટ હેઠળ ભારત-યુએસ કૃષિ વેપારને પ્રોત્સાહન’ શિર્ષકવાળા અહેવાલમાં, કમિશને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારે અસ્થિરતાની પરિસ્થિતિનો સામનો કરવા માટે ઉત્પાદકો અને ગ્રાહકો બંને માટે ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ભારતના કૃષિ ક્ષેત્રને સલામતીની જરૂર છે.

હવે બેવડી નીતિ અપનાવવી જરૂરી છે

તેમાં કહેવામાં આવ્યું છે કે, “હવે બેવડી નીતિ અપનાવવી જરૂરી છે. ટૂંકા ગાળામાં, ભારતે બિન-સંવેદનશીલ આયાત પર ઉચ્ચ જકાત ઘટાડવા અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો પર બિન-જકાત સુરક્ષા પગલાં પર વાટાઘાટો કરવાનું વિચારવું જોઈએ.”

અહેવાલ મુજબ, જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પના યુએસ પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા પછી યુએસ નિકાસ પર ‘પારસ્પરિક ટેરિફ’ની અચાનક જાહેરાત અને બજાર ઍક્સેસમાં વધારો કરવાથી વિશ્વ, ખાસ કરીને અમેરિકાના વેપાર ભાગીદારોને આઘાત લાગ્યો હતો.

સ્થાનિક પુરવઠામાં અંતર છે વાળી ચીજોમાં વ્યૂહાત્મક રીતે છૂટછાટો આપી શકાય

તેમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યાં સ્થાનિક પુરવઠામાં અંતર છે ત્યાં ભારત વ્યૂહાત્મક રીતે છૂટછાટો આપી શકે છે. આમાં ખાદ્ય તેલ અને બદામ, અખરોટ વગેરેનો સમાવેશ થાય છે.” ભારત વિશ્વમાં ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર છે અને અમેરિકા પાસે સોયાબીનની મોટો નિકાસ સરપ્લસ છે. આવી સ્થિતિમાં, ભારત અમેરિકાને સોયાબીન તેલની આયાતમાં કેટલીક છૂટછાટો આપી શકે છે, જેથી તે દેશમાં માંગ પૂરી કરી શકાય અને સ્થાનિક ઉત્પાદનને નુકસાન પહોંચાડ્યા વિના વેપાર અસંતુલન ઘટાડી શકાય.

અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ભારતે ઝીંગા, માછલી, મસાલા, ચોખા, ચા, કોફી, રબર જેવી ઉચ્ચ પ્રદર્શન કરતી નિકાસ માટે યુએસ બજારમાં વધુ પ્રવેશ માટે વાટાઘાટો કરવી જોઈએ. ભારત કૃષિ-નિકાસ દ્વારા યુએસને વાર્ષિક 5.75 અબજ ડોલર કમાય છે. ડ્યુટી મુક્તિ દ્વારા તેનો વિસ્તાર કરવો એ વેપાર વાટાઘાટોનો ભાગ હોવો જોઈએ.

અહેવાલ મુજબ, વ્યૂહાત્મક વેપાર વ્યવસ્થાપન સાથે, ભારતે તેના કૃષિ ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા સુધારવા માટે મધ્યમ ગાળાના માળખાકીય સુધારા કરવા જોઈએ. “આમાં યોગ્ય ટેકનોલોજી અપનાવીને ઉત્પાદકતા અંતરને દૂર કરવાનો, બજાર સુધારાઓ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, લોજિસ્ટિક્સમાં સુધારો અને સ્પર્ધાત્મક મૂલ્ય શૃંખલાઓનો વિકાસનો સમાવેશ થાય છે”.

દ્વિપક્ષીય વેપારમાં કૃષિનું મહત્વ ઘટી રહ્યું છે

છેલ્લા બે દાયકામાં ભારત-અમેરિકાના કૃષિ વેપારમાં નોંધપાત્ર પરિવર્તન અને વૃદ્ધિ જોવા મળી છે. આ દ્વિપક્ષીય આર્થિક સંબંધોને ગાઢ બનાવવાનો સંકેત છે. ભારત અને અમેરિકા વચ્ચેના કૃષિ વેપારની રચના દર્શાવે છે કે બંને દેશો તેમની નિકાસમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છે.

જ્યારે પરંપરાગત ચીજવસ્તુઓ જેમ કે ફ્રોઝન ઝીંગા, બાસમતી ચોખા અને મસાલાઓનું પ્રભુત્વ ચાલુ રહે છે, ત્યારે પ્રોસેસ્ડ અનાજ અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. અમેરિકામાં ભારતની આયાત બદામ, પિસ્તા અને અખરોટ જેવી ઉચ્ચ-મૂલ્યની ચીજવસ્તુઓ સુધી મર્યાદિત છે.

ભારતે અમેરિકા સાથે કૃષિ વેપારમાં સરપ્લસ જાળવી રાખ્યું છે અને સમય જતાં તેમાં વધારો થયો છે. જો કે, દ્વિપક્ષીય વેપારમાં કૃષિનું મહત્વ ઘટી રહ્યું છે.

આ પણ વંચોઃ ટ્રમ્પની ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને 1.6 ટકા થઇ જશે

Back to top button