ટ્રમ્પનો ઈરાન યુદ્ધ પર મોટો ખુલાસો, કહ્યું ફરી તક મળે તો ફરી હુમલો કરું

Trump Iran War Statement : અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી (Midterm Elections) દરમિયાન રિપબ્લિકન પાર્ટીને મળેલી હાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શનને લઈને તેમની નીતિઓ પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ઈરાન સાથેના યુદ્ધને હારનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ફરી તક મળે તો તેઓ ઈરાન સામે ફરી એ જ કાર્યવાહી કરશે.
#WATCH | On being asked when will the war with Iran end, US President Donald Trump says, “Whenever I wanted to. But it’s got to be done right. We are never going to let them have a nuclear weapon. It’s got to be done right. I knew the fuel would go up. I thought it would go up two or three times higher than it is. And now today it’s coming down. The day before yesterday it dropped 10 points…”
(Source: The White House/ YouTube)
— ANI (@ANI) November 4, 2026
ડેમોક્રેટ્સ સાથે કામ કરવા તૈયાર ટ્રમ્પ
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) દ્વારા ઈરાન સાથેના યુદ્ધને ચૂંટણીમાં પાર્ટીની હાર માટે જવાબદાર ગણાવાયા બાદ ટ્રમ્પે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવામાં તેમને કોઈ વાંધો નથી, પરંતુ તેમનો અભિગમ વિનાશક ન હોવો જોઈએ. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ડેમોક્રેટ્સ પાસે વીટો પાવર હોવાથી કેટલાક મુદ્દાઓ પર તેમની અસહમતિ છે. જોકે, ડેમોક્રેટ્સ તરફથી ફોન આવ્યો છે અને તેઓ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માગે છે.
‘ફરી તક મળે તો ફરી એ જ કરીશ’
ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી અંગે ટ્રમ્પે કહ્યું કે, આ યુદ્ધને કારણે થોડા સમય માટે પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. જોકે, લાંબા ગાળે આ નિર્ણય યોગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, ઈરાનને પરમાણુ હથિયાર (Nuclear Weapons) મેળવવા દેવામાં આવી શકે નહીં. જો ઈરાન પાસે પરમાણુ હથિયારો આવી જાય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ઈરાનને પરમાણુ શક્તિ બનતું અટકાવવા માટે આ કાર્યવાહી જરૂરી હતી અને ફરી તક મળે તો તેઓ આ જ નિર્ણય લેશે.
ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે?
ઈરાન સાથેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઈચ્છે ત્યારે યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, પરંતુ તેનો અંત યોગ્ય રીતે થવો જરૂરી છે. ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, યુદ્ધને કારણે ઈંધણના ભાવમાં મોટો વધારો થવાની તેમને આશંકા હતી. જોકે, હવે ઈંધણના ભાવ ઘટી રહ્યા છે અને તાજેતરમાં તેમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મહાભિયોગની ચિંતા નથી: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિને મહાભિયોગ (Impeachment) અંગે ચિંતા છે કે કેમ તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, તેમને તેની કોઈ ચિંતા નથી. જો ડેમોક્રેટ્સ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરશે તો તેનાથી ડેમોક્રેટિક પાર્ટીને જ નુકસાન થશે. ટ્રમ્પે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે, સફળ દેશ બનવા બદલ તેમની સામે મહાભિયોગ શા માટે ચલાવવામાં આવે?
આ પણ વાંચો : EPFO નો મોટો નિર્ણય: હવે વગર ક્લેમે ખાતામાં આવશે PF ના પૈસા, જાણો શું છે નવા નિયમો












