ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આજે SAFF ચેમ્પિયનશિપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, VETO પર મફત લાઈવ મેચ નિહાળો

Saff Match-Live:   ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હોય ત્યારે ક્રિકેટ હોય કે ફૂટબોલ, ચાહકોમાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે આજે (5 નવેમ્બર) દક્ષિણ એશિયાની પ્રતિષ્ઠિત ફૂટબોલ ટૂર્નામેન્ટ SAFF ચેમ્પિયનશિપ 2026નો પ્રારંભ જ ભારત અને પાકિસ્તાનના મહામુકાબલાથી થવાનો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે. ખાસ વાત એ છે કે ભારતીય ફૂટબોલ ચાહકો આ મેચનું લાઈવ પ્રસારણ VETO એપ અને વેબસાઇટ પર સબસ્ક્રિપ્શન વિના મફતમાં જોઈ શકશે.

ક્યારે અને ક્યાં જોઈ શકાશે ભારત-પાકિસ્તાનની મેચ?

SAFF ચેમ્પિયનશિપ 2026ની પ્રથમ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઢાકાના નેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ ગ્રુપ બીની મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. ભારતમાં આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) VETO એપ અને તેની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ચાહકોએ મેચ જોવા માટે VETO પ્લેટફોર્મ પર જઈને લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. આ ટૂર્નામેન્ટ માટે કોઈ સબસ્ક્રિપ્શન ફી ચૂકવવાની જરૂર નથી. જોકે, ભારતમાં આ મેચનું ટેલિવિઝન પર લાઈવ પ્રસારણ નહીં થાય.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ભારત સામે પાકિસ્તાનનો અત્યાર સુધીનો રેકોર્ડ

ભારતીય ફૂટબોલ ટીમનો પાકિસ્તાન સામે અત્યાર સુધી દબદબો રહ્યો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી 29 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ભારતે 16 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાનને 4 મેચમાં જીત મળી છે. બાકીની 9 મેચ ડ્રો રહી છે. બંને ટીમ છેલ્લે 2023ની SAFF ચેમ્પિયનશિપમાં સામસામે આવી હતી. બેંગલુરુમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. આ મેચમાં સુનીલ છેત્રીએ શાનદાર હેટ્રિક નોંધાવી હતી. હવે ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાન સામે જીત મેળવીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરવા માગશે.

ભારત પાસે ટાઇટલ બચાવવાનો પડકાર

ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે આ ટૂર્નામેન્ટમાં ઉતરી રહી છે. 2023માં રમાયેલી છેલ્લી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ખિતાબ જીત્યો હતો. હવે ટીમની નજર સતત સારા પ્રદર્શન સાથે પોતાનું ટાઇટલ જાળવી રાખવા પર રહેશે. SAFF ચેમ્પિયનશિપ 2026માં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટ 5થી 17 નવેમ્બર સુધી રમાશે. ભારત ગ્રુપ બીમાં પાકિસ્તાન અને માલદીવ સાથે છે, જ્યારે ગ્રુપ એમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાનનો સમાવેશ થાય છે.

ભારતીય ટીમનો સ્ક્વોડ

ભારતીય ટીમની 28 સભ્યોની ટીમમાં ગોલકીપર અર્શ અનવર શેખ, મોહનરાજ કે. અને પ્રિયાંશ દુબેનો સમાવેશ થાય છે. ડિફેન્ડર તરીકે અબ્દુલ રબીહ, બિજોય વર્ગીસ, ચિંગલેન્સાના સિંહ, હિંગથનમાવિયા રાલ્ટે અને નાથન રોડ્રિગ્સ જેવા ખેલાડીઓ છે. મિડફિલ્ડમાં ફરુખ ચૌધરી, નીખિલ પ્રભુ, સુરેશ સિંહ વાંગજમ અને બ્રિસન ફર્નાન્ડિસનો સમાવેશ થાય છે. જ્યારે ફોરવર્ડમાં લિસ્ટન કોલાકો, ઇરફાન યાદવાડ, વિષ્ણુ પીવી અને સુહૈલ અહમદ ભટ્ટ જેવા ખેલાડીઓ ટીમને મજબૂતી આપશે. ભારતીય ટીમનું નેતૃત્વ કોચ નૌશાદ મૂસા કરશે. જોકે, ક્લબોની ઉપલબ્ધતાને કારણે પાકિસ્તાન સામેની શરૂઆતની મેચ માટે તમામ 28 ખેલાડીઓ ઉપલબ્ધ નહીં હોય.

17 નવેમ્બરે રમાશે ફાઇનલ

આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની મેચો બાદ 14 નવેમ્બરે સેમિફાઇનલ અને 17 નવેમ્બરે ફાઇનલ રમાશે. તમામ મેચો ઢાકાના નેશનલ સ્ટેડિયમમાં યોજાશે. ભારતની આગામી ગ્રુપ મેચ 11 નવેમ્બરે માલદીવ સામે રમાશે. હવે જોવાનું રહેશે કે વર્તમાન ચેમ્પિયન ભારત પાકિસ્તાન સામે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો : WhatsApp લાવ્યું ધમાકેદાર ફીચર! હવે ફોટો-વીડિયો શેર કરવાનું બનશે સરળ

Back to top button