નેશનલવર્લ્ડ

આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર પવન ઠાકુરની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરવામાં આવશે

નવી દિલ્હી: દુબઈમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર પવન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેને ટૂંક સમયમાં ભારત ડિપોર્ટ કરવામાં આવશે. પવન ઠાકુર દિલ્હીમાં તાજેતરમાં પકડાયેલા મોટા ડ્રગ મામલાઓમાં મુખ્ય સૂત્રધાર છે. બે દિવસ પહેલા, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિલ્હીમાં ₹262 કરોડના મેથ ડ્રગ્સ જપ્ત કર્યા હતા, જેમાં ઠાકુર મુખ્ય આરોપી છે. NCB ના આ મોટા ઓપરેશનથી આંતરરાષ્ટ્રીય સિન્થેટિક ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.

ઠાકુર ₹2,500 કરોડના કોકેન કેસનો મુખ્ય સૂત્રધાર

તમને જણાવી દઈએ કે, પવન ઠાકુર ગયા નવેમ્બરમાં દિલ્હીમાં જપ્ત કરાયેલા ₹2,500 કરોડના કોકેન કેસ પાછળનો પણ મુખ્ય સૂત્રધાર છે. NCB એ આ ડ્રગ્સ જપ્ત કર્યા હતા અને ત્યારે ઇન્ટરપોલ દ્વારા પ્રથમ સિલ્વર નોટિસ જારી કરવામાં આવી હતી. આ સિલ્વર નોટિસ પવન ઠાકુર સામે જારી કરવામાં આવી હતી. ED એ તેના પરિસરમાં પણ દરોડા પાડ્યા હતા અને તેના 118 બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા હતા. NCB અને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે છત્તરપુરના એક ઘરમાંથી 328 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

એક મહિલા સહિત બે તસ્કરોની ધરપકડ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, જપ્ત કરાયેલ મેથામ્ફેટામાઇનની કિંમત આશરે ₹262 કરોડ હોવાનો અંદાજ છે. નિવેદનમાં જણાવાયું છે કે, 20 નવેમ્બરના રોજ ‘ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ’ હેઠળ હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન એક મહિલા સહિત બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ મોટા પાયે ડ્રગ હેરફેરમાં સામેલ ગેંગ પર કાર્યવાહી કરવા માટે ચલાવવામાં આવ્યું હતુ. નિવેદનમાં આ જપ્તીને દિલ્હી/NCRમાં સૌથી મોટી ડ્રગ જપ્તીમાંની એક ગણાવવામાં આવી છે.

આ પણ વાંચો: 100 ગ્રામ ગાંજાનો કેસ 5 વર્ષ સુધી ચાલ્યો, સજા માત્ર 30 દિવસની

Back to top button